શાહ પરિવારે છપાવી અનોખી કંકોત્રી, પુત્રના લગ્નને પરિવારને કરી કંઇક આવી અપીલ

સુરતના એક પરિવારે 2019ની ચૂંટણીમાં લોકો મતદાન કરે તે માટે ખાસ વિગતો છાપી છે. પરિવારનું કહેવું છે કે, વોટ કોને આપવો તે અંગત બાબત છે પરંતુ વોટ આપવો એ દેશ સાથે જોડાયેલી બાબત છે.

શાહ પરિવારે છપાવી અનોખી કંકોત્રી, પુત્રના લગ્નને પરિવારને કરી કંઇક આવી અપીલ

તેજશ મોદી, સુરત: હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. લોકો પોતાના લગ્ન માટેની કંકોત્રીઓમાં રાફેલ અને પીએમ મોદીને વોટ આપવાની બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે સુરતના એક પરિવારે 2019ની ચૂંટણીમાં લોકો મતદાન કરે તે માટે ખાસ વિગતો છાપી છે. પરિવારનું કહેવું છે કે, વોટ કોને આપવો તે અંગત બાબત છે પરંતુ વોટ આપવો એ દેશ સાથે જોડાયેલી બાબત છે.

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા રાજુભાઇ શાહના દિકરા શમ્યકના લગ્ન પ્રસંગ માટે કંકોત્રી છપાવવાની હતી. કંકોત્રી છપાવતી વખતે તમને અનેક ડિઝાઇન જોઈ હતી. જેમાં એક ડિઝાઇન તેમને પસંદ આવી હતી. જો કે, તેમને સતત લાગતું હતું કે, કોઇ એવો સામાજિક સંદેશો પણ કંકોત્રીની સાથે આપવો જોઇએ જે એક પ્રકારે દેશ ભક્તિનો જ ભાગ હોય. હાલમાં લગ્ન કંકોત્રીઓ પર રાફેલની વિગતો, પીએ મોદીને વોટ આપવાની અપીલ કરવામાં આવી રહી છે.

જો કે, શાહ પરિવરાની ઇચ્છા હતી કે, સોશિયલ મેસેજ એવો હોય કે દરેક વ્યક્તિ તેની સાથે જોડાઇ શકે. રાજુભાઇ અને તેમના દિકરાએ કલાકોના વિચાર બાદ કંકોત્રી પર 2019ની લોકસભા ચંટણીમાં મતદાન કરવાનો સંદેશો આપતી વાત છપાવી છે. મતદાનએ આપણો અધિકારી છે અને દરેક વ્યક્તિએ મતદાન કરવું જોઇએ તે વાત કંકોત્રીમાં છાપી હતી. શાહ પરિવારનું કહેવું હતું કે, તમે કોઇ પાર્ટી કે વ્યક્તિને જોઇ વોટ આપો છો તે અંગત બાબત છે અને એટલે જ ગુપ્ત મતદાન કરવામાં આવે છે.

પરંતુ અમારો ઉદેશ્ય છે કે દરેક વ્યક્તિ મતદાન કરે, કારણ કે, મતદાન એ દરેક વ્યક્તિનો અધિકાર છે. ત્યારે અમે તમામ સંબંધીઓ જે લગ્નમાં આવવાના છે. તેમને અપીલ કરી છે, જો મજબૂત અને સ્ટેબલ સરકાર જોયતી હોય તો વોટ કરવા જવું જ જોઇએ. લોકો સરકાર કામ કરે છે કે નથી કરતી તેવી વાતો કરે છે. પરંતુ વોટ કરવા જતા નથી ત્યારે તેમને વોટ કરવા ફરજીયાત જવું જોઇએ અને તમને વિશ્વાય હોય તેવા વ્યક્તિ કે પાર્ટીને વોટ કરવો જોઇએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news