શામળાજીનો મેશ્વો ડેમ થયો ઓવરફ્લો, નદીકાંઠાના 19ગામોને કરાયા એલર્ટ

ભિલોડામાં સાત ઇંચ જેટલો વરસાદ નોધાયો હતો. ઉપરવાસમાં વરસાદને કારણે મેશ્વોમાં સતત પાણીની આવક થતા મેશ્વો ડેમ ઓવર ફ્લો થયો છે.

શામળાજીનો મેશ્વો ડેમ થયો ઓવરફ્લો, નદીકાંઠાના 19ગામોને કરાયા એલર્ટ

સમીર બલોચ/અરવલ્લી: ભિલોડામાં સાત ઇંચ જેટલો વરસાદ થતા અને ઉપરવાસમાં વરસાદને કારણે મેશ્વોમાં સતત પાણીની આવક થતા મેશ્વો ડેમ ઓવર ફ્લો થયો છે. અરવલ્લી જિલ્લામાં વરસાદ પડવાને કારણે મેશ્વો ડેમમાં 20 હજાર ક્યુંસેક પાણીની આવક થતા ડેમ ઓવરફ્લો થયો છે. મેશ્વો ડેમમાં પાણીની સારી આવકથી મેશ્વોના કાંઠાના 19ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જ્યારે હાથમતી નદી અને માજૂમ પણ ઓવર ફ્લો થતા પાણી છોડવામાં આવતા સાવચેતીના ભાગરૂપે નદી કાંઠાના વિસ્તારોના 30 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જ્યારે મોડાસાના માજૂમ ડેમમાં પણ પાણીની આવક થતા રાત્રે પાણી છોડવાની ફરજ પડી હતી.

Arvalli-Rain

મેશ્વો ડેમમાં પાણીની આવક થતા નદી બે કાંઠે 
અરવલ્લી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી સતત પડી રહેલા વરસાદના કારણે જિલ્લાના મોટા ભાગના ડેમો ઓવરફ્લો થયા છે. અને આ ડેમો ઓવરફ્લો થવાને કારણે નદીઓમાં પાણી છોડવામાં આવ્યા છે. જેથી નદીઓ બે કાંઠે વહેતી નદીકાંઠાના વિસ્તારોમાં તંત્રએ તકેદારીના ભાગ રૂપે તંત્રએ એલર્ટ જાહેર કર્યું  છે.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news