ગુજરાત નોંધારૂ નથી, ઉમેદવારોને 10 દિવસમાં વળતર નહીં મળે તો હું પોતે બહાર આવીશ: શંકરસિંહ

પોલીસમાં ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટી જતાં તે વિષયને ધ્યાનમાં રાખીને બાપુએ કહ્યું હતું કે ગુજરાતમાં છેલ્લાં 22 વર્ષથી એક જ પાર્ટી સરકારમાં છે. પેપર ફોડવામાં ભાજપ સરકારની માસ્ટરી છે.

ગુજરાત નોંધારૂ નથી, ઉમેદવારોને 10 દિવસમાં વળતર નહીં મળે તો હું પોતે બહાર આવીશ: શંકરસિંહ

અમદાવાદ: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આજે પોતાના નિવાસસ્થાને પત્રકાર પરિષદ યોજી હતી. પોલીસમાં ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટી જતાં તે વિષયને ધ્યાનમાં રાખીને બાપુએ કહ્યું હતું કે ગુજરાતમાં છેલ્લાં 22 વર્ષથી એક જ પાર્ટી સરકારમાં છે. પેપર ફોડવામાં ભાજપ સરકારની માસ્ટરી છે. આ પોલીસનું જ પેપર ફૂટ્યું છે એવો એક જ બનાવ નથી. આ અગાઉ તલાટીની પરીક્ષા વખતે પણ પેપર ફૂટી ગયુ હતું અને પેપર ફોડનારાઓને ત્યાંથી નોટો ગણવાનું મશીન પણ મળી આવ્યું હતું. જે ભાજપ સરકારના ભ્રષ્ટાચારનું મશીન કહી શકાય છે.

બાપુએ વધુમાં જણાવ્યું કે પોલીસની ભરતી માટે પણ પેપર ફૂટી જવાની ઘટનાથી મને આઘાત લાગ્યો છે. ટેટની પરીક્ષા વખતે પેપર ફૂટી ગયું હતું. ગ્રામ્ય સેવકની પરીક્ષામાં પણ પેપર ફૂટી ગયું હતું. એટલે આ પરીક્ષાના પેપરો ફોડવામાં ભાજપ સરકાર અને તેમના મળતિયાઓની માસ્ટરી છે. આખું તંત્ર જ ફૂટી ગયું છે. ગાંધીનગરમાં ભાજપ સરકારના ઉપરથી લઇને નીચે સુધી બધા ફૂટેલા અને કરપ્ટ લોકો છે. જેમણે આજે પેપર ફોડવાનું કામ કર્યું છે. તેમની સામે સરકાર કડકમાં કડક પગલા ભરે, તેની તપાસ કરે અને જે દોષિત હોય તેમની સામે પગલા ભરવા જોઇએ.

જો તેમ નહીં થાય તો આગામી દિવસોમાં ના છૂટકે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. શંકરસિંહ બાપુએ પોલીસની ભરતી માટે જે ઉમેદવારોના નામ રજીસ્ટર્ડ થયા છે અને પરીક્ષા આપવા સેન્ટરો પર પહોંચ્યા અને પેપર લીકના કારણે તેમની પરીક્ષા લેવાઇ નથી તે તમામ ઉમેદવારોને માનસિક વળત પેટે ભાજપ સરકારે 10-10 હજાર રૂપિયા આપવા જોઇએ. ગુજરાતમાં બેકારો માટે બેકારી ભથ્થુ આપવાની શરૂઆત પણ કરવી જોઇએ.

શંકરસિંહ બાપુએ ભાજપ સરકારને ચેતવણી આપી છે કે જો પેપર લીકના મામલે આગામી 10 દિવસમાં ઉમેદવારોને વળતર નહીં મળે અને યોગ્ય તપાસ નહીં થાય તો તેઓ પોતે ભાજપ સરકારની સામે મેદાનમાં ઉતરશે. ગુજરાત નોંધારૂ નથી. જાહેર જીવનમાં છીએ એટલે જેમને આ સહન કરવું પડ્યું છે. તેમને 10 દિવસમાં વળતર અને ન્યાય નહીં મળે તો હું પોતે બહાર આવીશ.

મને એરેસ્ટ કરવો હોય તો કરે. આ લોકો માટે હું આક્રામક બનીશ. સરકાર ધ્યાન નહીં રાખે તો કાયદો અને વ્યવસ્થા કથળતી હોય તો કથળે, પણ આ નહીં એટલે નહીં જ ચાલે. કોઇએ તો આધાર બનવું પડે કે નહીં. આ મારી નૈતિક ફરજ છે. તેમના પડખે ઉભા રહેવું એ મારી ફરજ છે. કોણ બોલશે તેમના માટે? એટલે જેમને મારી સામે જે કરવું હોય તે કરે. 10 દિવસમાં પ્રત્યેક ઉમેદવારને 10 હજારનું વળતર નહીં મળે તો હું મેદાનમાં આવશી. આવું ચાલી જ ના શકે.

8 લાખ કરતાં વધારે ઉમેદવારોનો અંદાજે 10 હજારનો ખર્ચ તો થયો છે. ફેર પરીક્ષામાં એસ્ટીનું ભાડુ લો કે ના લો. પણ 10 હજારનું વળતર તો સરકારે આપવું જ પડશે નહીંતર ભાજપ સરકાર ઉમેદવારોના લોક આંદોલનની તૈયારી રાખે. ગુજરાતમાં 15 વર્ષ જૂઠ ચાલ્યું અને હવે આખા દેશમાં સાડા ચાર વર્ષથી જૂઠ ચાલે છે. ચાર સાડા ચાર વર્ષમાં દોઢ વર્ષતો દિલ્હીવાળાએ ચૂંટણીઓમાં વેડફ્યા છે. જેમને અર્થતંત્રના ‘અ’ની પણ ખબર નથી તેવા અડધી રાત્રે સંસદના બારણમાં ખોલવીને જીએસ્ટીનો અણઘડ અમલ કરાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news