ચંદ્ર પર વાણિજ્યિક સેવાઓની ડિલિવરી માટે નાસા દ્વારા નવી ભાગીદારીની જાહેરાત

અમેરિકાની 9 કંપનીઓએ નાસા સાથે કરાર કર્યો છે, જેના અંતર્ગત તેઓ ચંદ્ર અને મંગળ પર જઈને વૈજ્ઞાનિક સંશોધનો હાથ ધરી શકશે 

ચંદ્ર પર વાણિજ્યિક સેવાઓની ડિલિવરી માટે નાસા દ્વારા નવી ભાગીદારીની જાહેરાત

વોશિંગટનઃ અમેરિકાની 9 કંપનીઓએ નાસા સાથે કરાર કર્યો છે. તેમણે નાસા સાથે કરેલા 'કોમર્શિયલ લૂનર પેલોડ સર્વિસિસ (CLPS)' અંતર્ગત તેઓ નાસાની સેવાઓ મેળવીને ચંદ્ર કે મંગળની સપાટી પર જઈને નવા વૈજ્ઞાનિક સંશોધનો અને માનવ વસાહતની સંભાવના અંગેનાં સંશોધનો હાથ ધરી શકશે. નાસા તેની આ સેવાની મારફતે ખાનગી કંપનીઓની સંશોધન માટેની વસ્તુઓ ચંદ્ર કે મંગળની સપાટી પર પહોંચાડવાની જવાબદારી સંભાળશે. 

આ કંપનીઓ નાસા માટે વૈજ્ઞાનિક અને નવી ટેક્નોલોજીના પેલોડ પૂરા પાડશે. જેમાં પેલોડ ઈન્ટિગ્રેશન અને ઓપરેશન્સ, પૃથ્વી ઉપરથી તેનું લોન્ચિંગ અને ચંદ્રની સપાટી પર તેનું ઉતરાણ જેવી સેવાઓનો સમાવેશ થાય છે. નાસાને આશા છે તેની આ સેવાનો લાભ અનેક કંપનીઓ ઉઠાવશે. 

નાસાના અધિકારીએ જિમ બ્રિડેન્સ્ટીને જણાવ્યું કે, "આજની આ જાહેરાતથી અમેરિકાની ચંદ્રની સપાટી પર પહોંચવાની મહત્વાકાંક્ષાઓ વહેલી ઝડપે પુરી થશે. અમેરિકાની અંતરિક્ષ કંપનીઓએ ચંદ્ર અને મંગળની સપાટી પર વૈજ્ઞાનિક અને માનવ સંશોધન માટે નવી શોધો કરેલી છે. તેમના આ ધ્યેયને પૂરા કરવામાં નાસા મદદ કરશે."

નાસા દ્વારા પસંદ કરાયેલી 9 કંપનીઓ

  • એસ્ટ્રોબોટિક ટેક્નોલોજી, ઈંક, પીટ્સબર્ગ
  • ડીપ સ્પેસ સિસ્ટમ્સ, લિટલટોન, કોલોરાડો
  • ડ્રેપર, કેમ્બ્રિજ, માસાચુસેટ્સ
  • ફાયરફ્લાય એરોસ્પેસ ઈંક, કેડર પાર્ક, ટેક્સાસ
  • ઈન્ટ્યુટિવ મશિન્સ, એલએલસી, હ્યુસ્ટન
  • લોકહીટ માર્ટિન સ્પેસ, લિટલટન, કોલોરાડો
  • માસ્ટેન સ્પેસ સિસ્ટમ્સ ઈન્ક, મોજાવે, કેલિફોર્નિયા
  • મૂન એક્સપ્રેસ, કેપ કાર્નિવલ, ફ્લોરિડા
  • ઓરબિટ બિયોન્ડ, એડિસન, ન્યૂજર્સિ

નાસાના 'સાયન્સ મિશન ડિરેક્ટોરેટ' (SMD) દ્વારા અત્યારે પ્રથમ તબક્કે ચંદ્રની સપાટી પર નિયમિત રીતે સાધનો, પ્રયોગ માટેની ટેક્નોલોજી અને અન્ય નાના પેલોડ મોકલવા અંગેના પ્રસ્તાવ લેવાનું શરૂ કરી દેવાયું છે. આ વિભાગ નાસાના ચંદ્ર અને મંગળની સપાટી પર સંશોધન અભિયાન માટે એજન્સીના મિશન ડિરેક્ટર્સ, વૈજ્ઞાનિક સમુદાય અને અન્ય બહારના ખાનગી હિતધારકો વચ્ચે વ્યૂહરચના તૈયાર કરવા, રોબોટિક અને સમાનવ સંશોધન અભિયાનની યોજના તૈયાર કરવા માટે મધ્યસ્થીનું કામ કરશે. 

ચંદ્રની સપાટી પર આ નવા પેલોડ 2019માં વહેલામાં વહેલી તકે પહોંચાડી દેવાની નાસાની યોજના છે. નાસાનું માનવું છે કે, આ પ્રારંભિક મિશનની મદદથી ભવિષ્યના વધુ સુસંગત અને માનવને ચંદ્રની સપાટી પર પહોંચાડવાના મિશનમાં ઘણી મદદ મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news