દારૂના નશામાં ધૂત પોલીસકર્મીએ ઘર્ષણ કરતા છ શખ્સોએ ઢોર માર માર્યો, વીડિયો વાયરલ


પોલીસ કોન્સ્ટેબલ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થતાં 6થી વધુ યુવકોએ લાકડીઓ વડે જાહેર રોડ પર કોન્સ્ટેબલ સુનિલસિંગ ચૌહાણને માર માર્યો હતો. સોલા પોલીસે આ મામલે બે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. 

દારૂના નશામાં ધૂત પોલીસકર્મીએ ઘર્ષણ કરતા છ શખ્સોએ ઢોર માર માર્યો, વીડિયો વાયરલ

ઉદય રંજન, અમદાવાદઃ  એક તરફ દેશભરમાં પોલીસ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તેવામાં અમદાવાદમાં એક પોલીસકર્મીએ પોલીસની છાપને બગાડવાનું કામ કર્યુ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ચાંદલોડિયા વિસ્તારમાં પોલીસકર્મીને જાહેર રોડ પર 6 શખ્સોએ મુઢ માર માર્યો હોવાનો વિડિયો વાયરલ થયો છે.

સામાન્ય રીતે પોલીસ અને લોકો વચ્ચે સામાન્ય બાબતોએ રકઝક થતી હોય છે. પરંતુ અમદાવાદનાં ચાંદલોડિયા વિસ્તારમાં એક પોલીસકર્મીએ દારૂનાં નશામાં સ્થાનિક લોકો સાથે ઘર્ષણ કરતા 6 શખ્સોએ પોલીસ કોન્સટેબલને ઢોર માર માર્યો હતો. સુનિલ ચૌહાણ નામનાં પોલીસ કોન્સ્ટેબલને 6 જેટલા શખ્સોએ માર મારતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસે 6 શખ્સોની અટકાયત કરી મારામારીનો ગુનો નોંધ્યો હતો. જેમાં એક આરોપી કાયદાના સંધર્ષમાં આવતો હોવાને ખુલ્યુ છે. જ્યારે પોલીસકર્મી દારૂનાં નશામાં હોવાથી તેની સામે પણ પ્રોહિબીશનનો કેસ નોંધ્યો હતો.

પોલીસ કોન્સટેબલ સુનિલસિંહ ચૌહાણની નોકરીનો પોઇન્ટ ગોતા ખાતે આવેલા કન્ટેનમેન્ટ ઝોનમાં હતો અને તે ચાંદલોડિયા વિસ્તારમાં ચા પીવા ગયો હતો. દારૂનાં નશામાં હોવાનો આરોપથી તેણે સ્થાનિક યુવકો સાથે સોશિયલ ડિસ્ટન્સ રાખવા બાબતે બોલાચાલી કરી હતી. જેનાં કારણે પોલીસ કોન્સ્ટેબલ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થતાં 6થી વધુ યુવકોએ લાકડીઓ વડે જાહેર રોડ પર કોન્સ્ટેબલ સુનિલસિંગ ચૌહાણને માર માર્યો હતો. સોલા પોલીસે આ મામલે બે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યુ કે આ પોલીસ કોન્સ્ટેબલ અગાઉ પણ ખાડિયા વિસ્તારમાં દારૂનાં નશામાં પકડાયો હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જેથી તેની સામે ખાતાકિય કાર્યવાહી કરવાની પણ પોલીસે શરૂ કરી છે.

અમદાવાદઃ ધોળકામાં ધોળા દિવસે 40 તોલા સોનાના ઘરેણાની ચોરી, પોલીસે શરૂ કરી તપાસ

કોરોના કાળમાં પોલીસ એક તરફ કોરોના વોરિયર્સનું કામ કરી રહી છે તેવામાં અમુક આવા પોલીસ કર્મીઓ સમગ્ર પોલીસની છબી ખરડવાની કામગીરી કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ સ્થાનિક લોકોએ પણ પોલીસ નશામાં હોવાનુ પોલીસને જાણ કર્યા વિના કાયદો હાથમાં લીધો તે પણ અયોગ્ય બાબત છે. ત્યારે અન્ય એક ફરાર આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news