શક્તિસિંહ ગોહિલનો આરોપ; 'ED-CBIની બીક બતાવી ભાજપ પાછલા બારણે ઉઘરાવે છે ચૂંટણી ફંડ'

Electoral Bonds: ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિહ ગોહિલે ઇલેક્ટોરલ બોન્ડ અંગે મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. જેમાં શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભાજપે પાછલા બારણે ચૂંટણી ફંડ ઉઘરાવવા માટે ઇલેક્ટ્રોલ બોન્ડ બનાવ્યા છે.

શક્તિસિંહ ગોહિલનો આરોપ; 'ED-CBIની બીક બતાવી ભાજપ પાછલા બારણે ઉઘરાવે છે ચૂંટણી ફંડ'

Electoral Bonds: લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા ગુરુવારે ચૂંટણી બોન્ડ અંગે SBI તરફથી પ્રાપ્ત ડેટા અપલોડ કર્યો હતો. ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટ તરફથી 15 માર્ચે સાંજે 5 વાગ્યા પહેલા વિગતો જાહેર કરવા સૂચના મળી હતી. જેના કારણે એક દિવસ પહેલા ઇલેક્ટોરલ બોન્ડ અંગે વિગતો રજૂ કરવામાં આવી હતી. પરંતુ ઇલેક્ટોરલ બોન્ડ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિહ ગોહિલનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે.

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિહ ગોહિલે ઇલેક્ટોરલ બોન્ડ અંગે મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. જેમાં શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભાજપે પાછલા બારણે ચૂંટણી ફંડ ઉઘરાવવા માટે ઇલેક્ટ્રોલ બોન્ડ બનાવ્યા છે. કોણે અને કેટલું ફંડ આપ્યું એ જાહેર થાય તેવી કોઇ જોગવાઇ ન હતી. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચનો આભાર કે તેમણે યોગ્ય નિર્ણય કર્યો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને બોન્ડનો ડેટા ચૂંટણી પંચને આપવા આદેશ કર્યો હતો.

શક્તિસિહ ગોહિલે જણાવ્યું હતું કે, બોન્ડની જાહેરાત વર્ષ 2017માં જાહેરાત થઇ અને 2019માં અમલ આવી હતી. 6000 કરોડ પૈકીના 95 ટકા બોન્ડ ભાજપને દાનમાં મળ્યા છે. મેગા એન્જીનયરીંગે 800 કરોડના બોન્ડ ભાજપને આપ્યા અને 14400 કરોડનો થાણે બોરીવલી ટ્વીન પ્રોજ્ક્ટ મેળવ્યો. જિન્દાલ સ્ટીલે 25 કરોડનું દાન આપ્યું, તેના બદલામાં તેમણે કોલસાની મોટી ખાણ આપવામાં આવી છે. ઇડી સબીઆઇની રેડ બાદ ભાજપ સરકાર ફંડ ઉઘરાવવાનું કામ કરે છે. 

શક્તિસિહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, શીરડી સાઇ ઇલેક્ટ્રોનીક્સ પર આઇટી રેડ બાદ કંપનીએ 40 કરોડના બોન્ડ ભાજપને આપ્યા છે. ઇડીની અને આઇટીની રેડ બાદ ફયુચર ગેમીંગ કંપનીએ સૌથી વધુ 800 કરોડના બોન્ડ ભાજપને આપ્યા છે. 410 કરોડના બોન્ડ ભાજપને આપનાર ક્વીક સપ્લાય કંપનીનું શેર ભંડોળ માત્ર 130 કરોડનું જ છે, છતાં તેમણે મોટું ભંડોળ આપ્યું છે. 

શક્તિસિંહે કહ્યું કે, ભાજપના ભ્રષ્ટાચારી ચહેરાને સુપ્રીમ કોર્ટે ખુલ્લો પાડ્યો છે. ભય મુક્ત ભ્રષ્ટાચાર કરવાનો મતદારો એક ઝટકો આપે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news