'મારી ભૂલ હતી, શરત ચૂક હતી..., કહીને પાટીદાર સમાજ સામે 'નતમસ્તક' થયા વિપુલ ચૌધરી

વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ વિશે કરેલી ટિપ્પણી બાદ વિવાદ થયો હતો. ત્યારબાદ વિપુલ ચૌધરીએ સરેઆમ માફી માંગતા જણાવ્યું છે કે મારી ભૂલ હતી, શરત ચૂક હતી, દિલગીરી વ્યક્ત કરું છું. ખાનગી કરણ એ ચિંતાનો વિષય છે. મે મારી ચિંતામાં શિક્ષણ ક્ષેત્રમાં જે સમાજનું નામ લીધું એ મારી ભૂલ હતી, શરત ચૂક હતી. દિલગીરી વ્યક્ત કરું છું. 

'મારી ભૂલ હતી, શરત ચૂક હતી..., કહીને પાટીદાર સમાજ સામે 'નતમસ્તક' થયા વિપુલ ચૌધરી

ઝી બ્યુરો/મહેસાણા: મહેસાણામાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ અંગે કરેલા નિવેદનોને કારણે ભારે વિવાદ સર્જાયો હતો. વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ પર ટીકાઓ કરવાની સાથે તેમણે પાટીદાર સમાજ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. વિપુલ ચૌધરીના નિવેદન બાદ પાટીદાર અગ્રણીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. 'પાટીદાર સમાજ વેપારી છે' તેવું નિવેદન આપ્યા બાદ આજે વિપુલ ચૌધરીએ નમતું જોખ્યું છે. જી હા... વિપુલ ચૌધરીએ આજે પાટીદાર સમાજ વિશે કરેલા નિવેદન બાદ માફી માંગી છે.  

'મારી ભૂલ હતી, શરત ચૂક હતી, દિલગીરી વ્યક્ત કરું છું'
'પાટીદાર સમાજ વેપારી છે' તેવું નિવેદન આપ્યા બાદ વિપુલ ચૌધરીએ માફી માંગી છે. વિપુલ ચૌધરીએ જણાવ્યું છે કે મારી ભૂલ હતી, શરત ચૂક હતી, દિલગીરી વ્યક્ત કરું છું. ખાનગી કરણ એ ચિંતાનો વિષય છે. મે મારી ચિંતામાં શિક્ષણ ક્ષેત્રમાં જે સમાજનું નામ લીધું એ મારી ભૂલ હતી, શરત ચૂક હતી. દિલગીરી વ્યક્ત કરું છું. 

શિક્ષણ કે સહકાર ક્ષેત્રમાં વેપારી કરણ ચિંતાનો વિષય: વિપુલ ચૌધરી
વિપુલ ચૌધરીએ ઉમેર્યું હતું કે, સહકાર મંત્રીએ પોતે પોતાના જિલ્લામાં ખાનગી કરણનું મોડેલ અપનાવ્યું હતું. એ મોડેલ સામે અર્જુન મોઢવાડીયાએ સંઘર્ષ કર્યો હતો, તે વાતને ઉજાગર કરી હતી. વડાપ્રધાન એ પોતે રસ લઈને સહકારી ક્ષેત્રમાં ખાનગી કરણ ના થવું જોઈએ તેવું સ્વીકારેલું છે. અમૂલમાં આવું ના ચલાવી શકાય અને પોરબંદર જિલ્લામાં એ રદ્દ થયું અને ડેરી સ્થપાઈ છે. શિક્ષણ કે સહકાર ક્ષેત્રમાં વેપારી કરણ ચિંતાનો વિષય છે, આને પડકાર તરીકે ઝેલવું પડશે. ફક્ત વિદેશી કંપનીઓ ખાનગી કરણના મોડેલ પર છે, એવા ભ્રમમાં ના રહેવાય. 

અર્બુદા સેના કે અર્બુદા સેવા સમિતિ સમાજમાં વલોણાનું કામ કરે છે: વિપુલ ચૌધરી
વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, અર્બુદા સેના કે અર્બુદા સેવા સમિતિ સમાજમાં વલોણાનું કામ કરે છે અને માખણ બહાર કાઢવાનું છે. અમે રાજ્ય અને કેન્દ્ર સરકારને પુરે પૂરું પીઠબળ આપવાનું છે. અમે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના લોકો છીએ. અમારે સરકારની મહેરબાનીની જરૂર છે, સહકારની જરૂરિયાત છે. સરકાર અમારી તરફ લમનો રાખે, પ્રેમ રાખે, લાગણી રાખે. 

ચૌધરીએ જણાવ્યું હતું કે, દૂધ સાગર ડેરીની બાજુમાં 10 વીઘા જમીન પશુ પાલન વિભાગની હેતુફેર કેમ થઈ? હરાજી સિવાય આપી દેવામાં આવે? કેમ એવું થયું? મોતિભા સૈનિક સ્કૂલ ત્યાં થઈ શકી હોત ત્યારે બોરીયાવી જવું પડ્યું. અત્યારે કળયુગના ડુપ્લીકેટ શેઠ હોય છે. શેઠ એવા હોય કે વળતું મેળવવાની ભાવના સિવાય આપે કાંઇક. વળતરની ભાવના હોય અને શૈક્ષણિક સંસ્થામાં ડોનેશન પણ ના લેવાય. પછી ગામના લોકો આવા ડુપ્લીકેટ લોકોથી મુક્ત થઈ જતા હોય છે. 

શું છે સમગ્ર મામલો?
થોડા દિવસ પહેલા મહેસાણા ખાતે પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં અર્બુદા સેનાની બેઠક મળી હતી. આ બેઠકમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ અંગે નિવેદન આપતા મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. વિપુલ ચૌધરીએ જણાવ્યુ હતુ કે, કડવા અને લેઉઆ પાટીદાર સમાજ વેપારી થઈ ગયો હોવાનુ જણાવી પશુપાલન કરતા કોઈપણ પાટીદાર વ્યક્તિ પાટીદાર સંસ્થામાં રહ્યા નથી. તેમણે કહ્યું હતું કે, પાટીદાર સંસ્થાઓમાં રૂપિયાનું મહત્વ છે અને સેવાનું મહત્વ ઘટી રહ્યું છે. અર્બુદા સેના હવે અર્બુદા સેવા સમિતિ તરીકે કામ કરીને આંજણા ચૌધરી સમાજના સવા લાખ સભ્યોની નોંધણી કરશે. આ ઉપરાંત તેમણે ભાજપને સમર્થન કરતા ઉમેર્યુ હતુ કે, પ્રજાનો મત ભૂતકાળ કરતા ભાજપ જોડે વધુ છે. તેથી અર્બુદા સેવા સમિતિ સરકારને પૂરે પૂરૂ સમર્થન આપશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news