Video : વડોદરાના પાણીપુરી ચાહકો ખાસ ચેતે, આંખ ખોલી નાખતા સમાચાર

પાદરા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ઝાડા અને ઉલટીના ઘણા કેસ નોંધાયા છે

Video : વડોદરાના પાણીપુરી ચાહકો ખાસ ચેતે, આંખ ખોલી નાખતા સમાચાર

વડોદરા : પાદરા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ઝાડા અને ઉલટીના ઘણા કેસ નોંધાયા છે. આ સંજોગોમાં તંત્ર સફાળુ જાગ્યું છે અને પાદરા નગર પાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પોતાની લાલ આંખ દર્શાવી છે. હાલમાં આ વિભાગે ખાણીપીણીની લારીઓ તેમજ હોટેલોમાં ચેકિંગ હાથ ધર્યું અને અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો. આ ચેકિંગમાં પાણીપુરીના લારીઓમાંથી સડેલા અને વાસી બાફેલા બટાકા મળી આવ્યા હતા જેના પગલે પાણીપુરી ખાવાના શોખીઓએ ખાસ સતર્ક થઈ જવાની જરૂરી છે.

પાદરા નગર પાલિકાના વિસ્તારમાં ગરમીમાં રોગચાળાનું માથુ ઉચકતાં આરોગ્ય વિભાગની ટીમ મોડેમોડે એકશનમાં આવી હતી. સ્વચ્છતા અભિયાન અંગે પાદરા નગરની જનતાના આરોગ્ય માટે તેમજ રોગચાળો ફેલાતો અટકાવવા તાત્કાલિક અભિયાનરૂપે ખાદ્ય પદાર્થોના સઘન ચેકિંગની કામગીરી કરવાની સુચનાના પદાર્થ નગરપાલિકા આરોગ્યની ટીમ બનાવી પાલિકા વિસ્તારમાં વિવિધ સ્થળોએ ચેકિંગ હાથ ધરાયું હતું.

નગર પાલિકાના ટીમ દ્વારા ગંદકી નહીં કરવા વાસી ખોરાક નહીં વેચવા ડસ્ટબીન રાખવા ની સુચના આપેલ છે. જેની કડક સુચના હોટલો દુકાનો લારીઓવાળા કોલા ઠંડા પીણા સહિતના ઇસમોને આપવામાં આવી છે. જો પાલન નહીં કરે તો કાર્યવાહીની ચીમકી આપી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news