4000થી પણ ઓછી કિંમતમાં 3 કેમેરાવાળો સ્માર્ટફોન થયો લોન્ચ, ફિચર્સ છે જબરદસ્ત

સ્માર્ટફોન અને ટેબલેટ બનાવતી કંપની સ્વાઈપ ટેક્નોલોજીએ ભારતીય બજારમાં એક વધુ સસ્તો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપની તરફથી લોન્ચ કરવામાં આવેલો આ નવો ડ્યુલ સિમ સ્માર્ટફોન ઈ-કોમર્સ વેબસાઈટ શોપ ક્લૂઝ પર મળી રહ્યો છે.

Viral Raval Viral Raval | Updated: Mar 10, 2018, 01:55 PM IST
4000થી પણ ઓછી કિંમતમાં 3 કેમેરાવાળો સ્માર્ટફોન થયો લોન્ચ, ફિચર્સ છે જબરદસ્ત

નવી દિલ્હી: સ્માર્ટફોન અને ટેબલેટ બનાવતી કંપની સ્વાઈપ ટેક્નોલોજીએ ભારતીય બજારમાં એક વધુ સસ્તો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપની તરફથી લોન્ચ કરવામાં આવેલો આ નવો ડ્યુલ સિમ સ્માર્ટફોન ઈ-કોમર્સ વેબસાઈટ શોપ ક્લૂઝ પર મળી રહ્યો છે. સ્વાઈપનો નવો ફોન સ્વાઈપ ઈલાઈટ ડ્યુલ ત્રણ કલર વેરિયન્ટ બ્લેક, ગોલ્ડ અને સિલ્વર કલરમાં મળશે. 5 ઈંચના ડિસ્પલે સાઈઝવાળા આ ફોનમાં શટર-પ્રુફ ગ્લાસનો ઉપયોગ કરાયો છે. એલીટ ડ્યુલના સૌથી દમદાર ફીચરની વાત કરીએ તો તેમાં એક સેન્સર પર 8 મેગાપિક્સલ અને બીજા પર 2 મેગાપિક્સલનો કેમેરા છે. આ ઉપરાંત એલીટ ડ્યૂલમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ છે. ફોનની કિંમત 3,999 રૂપિયા છે. ફોનના બીજા સ્પેસિફિકેશન અને ફિચર્ચ આ મુજબ છે.

 

ડિસ્પલે
5 ઈંચના ડિસ્પલેવાળા સ્વાઈપના નવા ફોનમાં ક્વાડ-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. જેમાં 1.3 ગીગા હર્ટ્ઝનું ક્વાડ-કોર મીડિયાટેક પ્રોસેસર છે. જેની મહત્તમ સ્પીડ 1.3 ગીગાહર્ટ્ઝ છે. એન્ડ્રોઈડ 7.0 નૂગા પર કામ કરનારો આ ફોન સ્ક્રેચ રેઝિસ્ટન્ટ છે.

 

રેમ અને સ્ટોરેજ
ફોન વન જીબી રેમ સાથે આવે છે જેમાં 8 જીબીની ઈન્ટરનલ સ્ટોરેજ કેપેસિટી છે. તેને માઈક્રો એસડી કાર્ડથી 64 જીબી સુધી વધારી શકાય છે. કંપનીનો દાવો છે કે આ ફોન ખુબ ઝડપથી રન કરે છે. ઉપયોગ કરતી વખતે યૂઝરને કોઈ મુશ્કેલી ઊભી નહીં થાય.

Swipe Elite Dual, Elite Dual, Elite Dual features, Elite Dual Price, Elite Dual Specifications

બેટરી અને કેમેરા
ફોનને પાવર આપવા માટે તેમા 3000 mAhની બેટરી છે. જેની ફ્રન્ટમાં સેલ્ફી ફ્લેશની સાથે 5 મેગાપિક્સલનો કેમેરો છે. આ ઉપરાંત ફોનના રિયલ પેનલ પર 8 મેગાપિક્સલના કેમેરા છે જે આ ફોનને આ રેન્જમાં ખુબ ખાસ બનાવે છે.

કિંમત અને ઓફર
સ્વાઈપ ડ્યુઅલ સ્માર્ટફોન ઈ-કોમર્સ વેબસાઈટ શોપ ક્લૂઝ પર મળી રહ્યો છે. કંપનીએ આ ફોનની કિંમત 3,999 નક્કી કરી છે. આ ફોન પર મળનારી ઓફરની વાત કરીએ તો જિયો ફૂટબોલ ઓફર હેઠળ સ્વાઈપના ગ્રાહકોને ફોન ખરીદ્યા બાદ 2,200 રૂપિયાની જિયો કેશબેક મળશે. ફોનના લોન્ચિંગ સમયે સ્વાઈપ ટેક્નોલોજીના ફાઉન્ડર અને સીઈઓ શ્રીપાલ ગાંધીએ જણાવ્યું કે આજના ગ્રાહકોની માગણીને ધ્યાનમાં રાખીને અમે ઈલીટ ડ્યુઅલ બજારમાં ઉતાર્યો છે. આ ફોન બજારમાં મળતા ડ્યૂલ કેમેરા ફોનમાં સૌથી સસ્તો છે.