ભાવુક કરી દે તેવી ક્ષણ! દીકરીએ ધોરણ-10માં A1 ગ્રેડ મેળવ્યો, તો મૂકબધિર માતાપિતાએ ઈશારાથી ખુશી વ્યક્ત કરી

10th Borad Result 2024 : ધોરણ 10ના પરિણામમાં ગરીબ ઘરની દીકરીઓએ માર્યું મેદાન....અમદાવાદમાં સેલ્સમેનની દીકરી યશ્વી રાઠોડે મેળવ્યો  A1 ગ્રેડ...તો અમદાવાદમાં પ્યુન તરીકે કામ કરતી માતાની દીકરી ધ્વની બારૈયાએ પણ મેળવ્યો A1 ગ્રેડ...સખત પરિશ્રમથી મેળવી સફળતા

ભાવુક કરી દે તેવી ક્ષણ! દીકરીએ ધોરણ-10માં A1 ગ્રેડ મેળવ્યો, તો મૂકબધિર માતાપિતાએ ઈશારાથી ખુશી વ્યક્ત કરી

Success Story : ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું જાહેર થયું છે. આ વર્ષે 87.56 ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ પરિણામમાં 18 ટકાનો વધારો આવ્યો છે. ગાંધીનગર જિલ્લાનું સૌથી વધુ, જ્યારે પોરબંદર જિલ્લાનું સૌથી નીચું પરિણામ આવ્યું છે. ફરી એકવાર વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન બંછાનીધી પાનીએ કહ્યું કે, આ વર્ષે ધોરણ 10માં છોકરીઓએ મેદાન માર્યું છે. સૌથી વધુ 87.22 ટકા પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર બન્યો છે. તો પોરબંદર જિલ્લામાં સૌથી ઓછું 74.57 ટકા પરિણામ આવ્યું છે. બોર્ડના અનેક વિદ્યાર્થીઓએ સંઘર્ષ કરીને સફળતા મેળવી છે. ત્યારે અમદાવાદની રિયાએ 93 ટકા સાથે A1 ગ્રેડ મેળવ્યો ત્યારે તેના માતાપિતાની ખુશીનો પાર રહ્યો ન હતો. તેના માતાપિતાએ ઈશારાથી દીકરીની ખુશી વ્યક્ત કરી હતી. કારણ કે, તેના માતાપિતા મૂકબધિર છે. 

અમદાવાદની રિયાએ અન્ય વિદ્યાર્થીઓ માટે મોટો દાખલો બેસાડ્યો છે. રિયાએ ધોરણ-10માં 93 ટકા સાથે A1 ગ્રેડ મેળવ્યો છે. અથાગ પરિશ્રમ સાથે તેનો સંઘર્ષ પણ ખૂબ રહ્યો છે. રિયાના માતા પિતા મૂકબધિર છે. જ્યારે દીકરીનું પરિણામ આવ્યું તો તેના માતાપિતાની ખુશીઓનો પાર ન રહ્યો. મૂકબધિર માતાપિતાએ ઈશારામાં દીકરીની સફળતાને બિરદાવી હતી. રિયાનો સંઘર્ષ ઓછો ન હતો. જ્યાં અન્ય બાળકો સ્કૂલ વાનમાં શાળાએ જાય છે, ત્યાં નરોડા વિસ્તારમાં રહેતી રીયા શાહીબાગમા આવેલી તેની શાળાએ નરોડાથી રોજ AMTS મા મુસાફરી કરીને શાળાએ જતી હતી. આગળ CA થઇ માતાપિતાના સપનાઓ પુરા કરવાનું રીયાનું સપનું છે. 

સેલ્સમેનની દીકરીએ A1 ગ્રેડ મેળવ્યો
ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થયું છે. વિદ્યાર્થીઓએ મહેનત કરી ઝળહળતું પરિણામ મેળવ્યું છે. અમદાવાદમાં પ્લાસ્ટિકની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરતા પિતાની દીકરીએ A1 ગ્રેડ મેળવ્યો છે. અમદાવાદની યશ્વી રાઠોડે 94 ટકા મેળવ્યા છે. યશ્વીના પિતા પ્લાસ્ટિકની દુકાનમાં સેલ્સમેન છે. યશ્વી રાઠોડે સોશિયલ મીડિયાથી દૂર રહી સફળતા મેળવી છે. 

પટાવાળાની દીકરીએ A1 ગ્રેડ મેળવ્યો
અમદાવાદમાં પટાવાળાની ફરજ બજાવતા માતાની દીકરીનું ઝળહળતું પરિણામ આવ્યું છે. સુરેખાબેન બારૈયાની દીકરી ધ્વનિએ A1 ગ્રેડ મેળવ્યો છે. ધ્વનિએ અથાક પરિશ્રમથી 94 ટકા મેળવ્યા છે. ધ્વનિને ભવિષ્યમાં ડૉક્ટર બનવાની ઈચ્છા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news