ધોરણ-10નું પરિણામ જાહેર, આ રીતે વેબસાઈટ અને વોટ્સએપ પર કરો ચેક

Big Update On Board Exam Result : ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું જાહેર થયું પરિણામ, 9 લાખથી વધારે વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા, ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર  જોઈ શકાય છે પરિણામ, આ વર્ષનું પરિણામ 82.56 ટકા આવ્યું

ધોરણ-10નું પરિણામ જાહેર, આ રીતે વેબસાઈટ અને વોટ્સએપ પર કરો ચેક

GSEB SSC 10th Result 2024 Date Announced : ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ-10 ના પરિણામનુ જાહેર કરી દેવાયું છે. 8 વાગ્યાના ટકોરા પહેલા જ પરિણામ વેબસાઈટ પર મૂકી દેવાયું છે. રીઝલ્ટની રાહ જોતા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. આખરે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. સમગ્ર રાજ્યમાં 9 લાખ 17 હજાર 687 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ વર્ષનું ધોરણ 10નું પરિણામ 82.56 ટકા રહ્યું છે. બોર્ડની વેબસાઈટ પરથી વિદ્યાર્થીઓને હાલ પરિણામ જોવા મળી રહ્યું છે. www.gseb.org વેબસાઈટ પર પરિણામ મૂકાયું છે. સાથે જ 6357300971 નંબર પર ધોરણ 10નું પરિણામ ઉપલબ્ધ છે.

  • 9 લાખ 17 હજાર 687 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
  • ગત વર્ષ કરતા 18 ટકા વધુ પરિણામ
  • સૌથી વધુ પરિણામ ગાંધીનગર જિલ્લાનું
  • સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર દાલોદ અને તલગાજરા કેન્દ્ર
  • સૌથી ઓછું પરિણામ પોરબંદર જિલ્લાનું
  • 23247 વિદ્યાર્થીઓએ એ1 ગ્રેડ મેળવ્યો
  • 78893 વિદ્યાર્થીઓએ એ2 ગ્રેડ મેળવ્યો
  • પરિણામમાં આ વખતે વિદ્યાર્થીનીઓએ બાજી મારી

રિઝલ્ટ કેવી રીતે ચકાસી શકાય...
ગુજરાત બોર્ડનું પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઇટ www.gseb.org ની મુલાકાત લેવી પડશે અને તેમનો રોલ નંબર/ રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને લોગ ઇન કરવું પડશે. બોર્ડ દ્વારા અસલ માર્કશીટ અને પ્રમાણપત્ર આપવામાં ન આવે ત્યાં સુધી, ઉમેદવારોએ ભવિષ્યની જરૂરિયાત માટે આ માર્કશીટ ડાઉનલોડ કરીને તેમની પાસે રાખવાની રહેશે. 

GSEB HSC પરિણામ 2024 કેવી રીતે તપાસવું
સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઈટ www.gseb.org પર જાઓ
વિદ્યાર્થીઓ તેમના સીટ નંબરનો ઉપયોગ કરીને લોગીન કરી શકે છે.
હવે GSEB પરિણામ 2024 લિંક પર ક્લિક કરો
હોલ ટિકિટ પર સીટ નંબરનો ઉપયોગ કરીને લોગિન કરી શકાશે.
હવે GSEBની માર્કશીટ તમારી સામે હશે
માર્કશીટ ડાઉનલોડ કરી શકો છો.

SMS દ્વારા કેવી રીતે રિઝલ્ટ ચેક કરવું
સૌપ્રથમ મેસેન્ઝિંગ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઓપન કરો
નવો SMS ટાઈપ કરો અને સીટ નંબર લખો, ઉદાહરણ તરીકે SSC 123456  
હવે ગુજરાત બોર્ડ દ્વારા SMS દ્વારા આપેલ નંબર 56263 દાખલ કરો
SMS મોકલો, હવે ગુજરાત બોર્ડ દ્વારા તમને જવાબ મળે તેની રાહ જુઓ

Check by Whatsapp
ફોનમાં આ whatsapp નંબર 6357300971 સેવ કરી દો 
“Hi” કરીને મેસેજ આ નંબર પર મોકલવાનો રહેશે તમારી સામે ચેટ પ્રક્રિયા શરૂ થશે 
“Hi” મેસેજ કર્યા બાદ સામેથી જવાબ આપશે કે તમારો સીટ નંબર જણાવો.
ત્યારે તમારો રોલ નંબર અથવા સીટ નંબર જણાવવાનો રહેશે
તમારા રિઝલ્ટ ની વિગતો તમને whatsapp મેસેજના માધ્યમથી મિનિટોમાં મળી જશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news