પૃથ્વીની 3 પ્રદક્ષિણા જેટલો સીઆર પાટીલે કર્યો પ્રવાસ, ભાજપના અધ્યક્ષના 2 વર્ષની સફળતા પર કરીએ એક નજર

મિશન 2022માં ઐતિહાસિક જીતનો લક્ષ્યાંક રાખીને ચાલી રહેલા ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે સંગઠનની તાકાતનો કાર્યકરોને પરિચય કરાવ્યો...

પૃથ્વીની 3 પ્રદક્ષિણા જેટલો સીઆર પાટીલે કર્યો પ્રવાસ, ભાજપના અધ્યક્ષના 2 વર્ષની સફળતા પર કરીએ એક નજર

બ્રિજેશ દોશી, ગાંધીનગર: ગુજરાત ભાજપના અત્યાર સુધીના સૌથી હાઈટેક અધ્યક્ષ સી આર પાટીલને અધ્યક્ષ પદે 2 વર્ષ પૂર્ણ થયા છે. આ 2 વર્ષ દરમિયાન તેમણે અનેક સફળતાઓ મેળવી અને કાર્યકરોને ઉત્સાહિત કર્યા. જેનાથી સમગ્ર રાજયમાં તેમને લોકો શક્તિશાળી નેતા તરીકે પણ જોવા લાગ્યા છે. મિશન 2022માં ઐતિહાસિક જીતનો લક્ષ્યાંક રાખીને ચાલી રહેલા ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે સંગઠનની તાકાતનો કાર્યકરોને પરિચય કરાવ્યો...

ગત જુલાઈ 2020 માં કેન્દ્રીય નેતૃત્વએ ગુજરાત ભાજપના અધ્યક્ષ પદે સી આર પાટીલના નામની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. જો કે આ 2 વર્ષ દરમિયાન સી આર પાટીલે લીધેલા નિર્ણયોએ અને તેમણે કરેલા પ્રવાસએ વાત સ્પષ્ટ કરી આપી કે પીએમ મોદી અને કેન્દ્રીય નેતૃત્વએ તેમની પસંદગી કેમ કરી છે. મિશન 2022 માં ગુજરાતનો ગઢ સાચવવા સાથે આગામી 25 વર્ષના પ્લાનિંગ સાથે ભાજપ આગળ વધી રહ્યો છે. 

સી આર પાટીલના 2 વર્ષની સફળતા પર નજર કરીએ
- અત્યાર સુધીમાં ભાજપના અધ્યક્ષ તરીકે સૌથી વધુ પ્રવાસ 
- 2 વર્ષમાં અધ્યક્ષ તરીકે 1.32 લાખ કિલોમીટરનો પ્રવાસ કર્યો
- પૃથ્વીની 3 પ્રદક્ષિણા જેટલો પ્રવાસ કર્યો
- પીએમ મોદીના અત્યાર સુધીના સૌથી મોટા કાર્યક્રમોનું આયોજન 
- 2 લાખથી 5 લાખ સુધીની જનમેદનીના મોટા કાર્યક્રમો યોજ્યા
- વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમ 
- કાર્યકરોને મળવા માટે તમામ જિલ્લામાં 2 દિવસનો કાર્યક્રમ 
- પેજ પ્રમુખો અને પેજ સમિતિઓની જાહેરાત
- પેજ સમિતિ માટે 75 લાખ સભ્યોમાંથી 67 લાખ સભ્યોની નોંધણી થઈ 
- સહકારી ક્ષેત્રે પક્ષના મેન્ડેટની શરૂઆત કરાવી 
- સહકારી ચૂંટણીઓમાં ભાજપના મેન્ડેટથી ઉમેદવારો ઉતર્યા 
- 311 થી વધુ સહકારી સંસ્થાઓ પર ભાજપનો સંપૂર્ણ કબજો 
- કોરોના કાળમાં પણ સંગઠનને સક્રિય રાખ્યું 
- કોવિડની બીજી લહેરમાં 17 હજારથી વધુ આઈસોલેશન બેડની વ્યવસ્થા
- રાજ્ય સરકારના મંત્રીઓની કમલમ પર બેઠક શરૂ કરાવી
- પોતાના કાર્યાલય અને સરકારના મંત્રીઓના દરવાજા સામાન્ય જનતા માટે ખોલી નાખ્યા 
- જનતાના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ આવે તે માટે લીધો નિર્ણય 
- 8 વિધાનસભાની પેટાચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉંમર અને 3 ટર્મનો નિયમ બનાવ્યો
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ માટે એક પરિવારમાંથી એક જ હોદો અથવા ટીકિટનો નિયમ અમલી કર્યો 
- 8 મહાનગરપાલિકાઓમાં ભાજપની ભવ્ય જીત
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 90 ટકાથી વધુ બેઠકો પર ભાજપની જીત
- ગાંધીનગર મહાનગરપાલીકામાં પહેલીવાર ભાજપની બહુમતી સાથે સત્તા 
- 41 બેઠકો સાથે ભવ્ય જીત મેળવી 
- પક્ષની સામાજિક જવાબદારીના ભાગ રૂપે સુપોષણ અભિયાન શરૂ કર્યું 
- કુપોષિત બાળકોને દત્તક લેવા સાથે પોષણ યુક્ત આહારની કીટ આપી 

સાંસદ તરીકે સી આર પાટીલ હંમેશા પોતાની કડક અને આક્રમક કાર્ય પદ્ધતિ માટે જાણીતા રહ્યા છે જે તેમણે પ્રદેશ પ્રમુખ તરીકે પણ ચાલુ રાખી. કાર્યકરોની સતત વચ્ચે રહીને કાર્યકરોને સીધો મેસેજ પણ આપ્યો કે જે કામ કરશે તેને શિરપાવ મળશે. નેતાઓના જૂથમાં રહેવાથી ટીકિટ મળવાની કોઈ ગેરંટી નથી. ટિકિટ મેળવવા માટે ખોટા લોબિંગ કે જૂથવાદનો ભોગ ના બને તે માટે પણ કાર્યકરોને ચેતવ્યા. આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ ટિકિટો પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી નક્કી કરવાના છે એમ કહીને પણ દાવેદારોને સીધો સંદેશ આપ્યો. ભૂપેન્દ્ર પટેલ સરકાર બન્યા બાદ પણ સતત સંગઠન અને સરકારનો તાલમેલ જોવા મળ્યો છે. પૂરની સ્થિતિ હોય કે સરકારના કાર્યક્રમ હોય. તમામ જગ્યાએ સંગઠન સરકારની સાથે જોવા મળ્યું છે. 

સાંસદ તરીકે પણ હાઈટેક રહ્યા બાદ તેમણે આ જ પ્રણાલી અધ્યક્ષ તરીકે પણ ચાલુ રાખી. ભાજપ પ્રદેશ કાર્યાલયને ISO સર્ટિફિકેટ માટે પહેલ કરી. પક્ષના 1 હજાર થી વધુ હોદેદારોને હાઈટેક ટેબલેટ આપ્યાં. પ્રદેશની હાઈટેક કારોબારીનું સુરતમાં જ આયોજન કર્યું. તમામ વિધાનસભા બેઠકની વિગતો, બુથ પ્રમાણે અને પરિણામ સહિતની એપ્લીકેશન બનાવી. તમામ સાંસદો, ધારાસભ્યોને પણ આ માટે પ્રોત્સાહિત કર્યા. ભાજપ અધ્યક્ષ બન્યા બાદ કાર્યકરોના મનમાં તેમણે એક અલગ છાપ ઊભી કરી છે અને કાર્યકરોનો તેમના પર ભરોસો પણ દેખાઈ રહ્યો છે. ત્યારે મિશન 2022 માટે પણ તેઓ અત્યારે ઐતિહાસિક પરીણામ આવે તેની રણનીતિ સાથે આગળ વધી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news