સુરત: ખિસ્સામાં મુકેલા મોબાઇલમાં થયો બ્લાસ્ટ, આધેડે જાહેરમાં પેન્ટ ઉતાર્યું

મોબાઇલ બ્લાસ્ટના તો અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા અને જોયા પણ હશે. પંરતુ સુરતમા એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમા એક આધેડના પેન્ટમા મુકેલો મોબાઇલ એકાએક બ્લાસ્ટ થયો હતો. જેને કારણે આધેડએ જાહેરમા પેન્ટ કાઢી નાખ્યું હતું.

સુરત: ખિસ્સામાં મુકેલા મોબાઇલમાં થયો બ્લાસ્ટ, આધેડે જાહેરમાં પેન્ટ ઉતાર્યું

ચેતન પટેલ/સુરત: મોબાઇલ બ્લાસ્ટના તો અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા અને જોયા પણ હશે. પંરતુ સુરતમા એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમા એક આધેડના પેન્ટમા મુકેલો મોબાઇલ એકાએક બ્લાસ્ટ થયો હતો. જેને કારણે આધેડએ જાહેરમા પેન્ટ કાઢી નાખ્યું હતું 

સુરતના ઉધના વિસ્તારમા આવેલી મઢીની ખમણી પાસે એક આધેડ ફરસાણની દુકાનમાં ગયો હતો. દરમિયાન એકાએક જ તેમના પેન્ટમા મુકેલો મોબાઇલ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતા જ સ્થાનિક લોકોમા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આધેડએ તાત્કાલિક પોતાનો પહેરો પેન્ટ જાહેરમા ઉતારી દીધો હતો અને મોબાઇલને બહાર કાઢયો હતો.

સ્થાનિક લોકોએ બ્લાસ્ટ થયેલો મોબાઇલ દુર ફેકી દીધો હતો. સમગ્ર ઘટનામા આધેડને કોઇ પણ પ્રકારની ઇજા પહોંચી ન હતી. જો કે બ્લાસ્ટને લઇને સ્થાનિક લોકોમા ભયનો માહોલ જોવા મળ્યો હતો. મોબાઇલ ફોનોમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news