NEET અને JEE જેવી પરીક્ષામાં ઉતીર્ણ થઇને સુરતની સ્તુતિએ મેળવી અનોખી સિદ્ધિ

દેશમાં લાખો વિદ્યાર્થીઓ દર વર્ષે મેડીકલ એન્જીનીયરીંગ કે અન્ય ઉચ્ચ શિક્ષણની પ્રવેશ પરીક્ષા આપે છે. NEET અને JEE જેવી પરીક્ષામાં ઉતીર્ણ થાય તો તેને એક સિદ્ધિ ગણવામાં આવે છે. પરંતુ એક સાથે આવી અનેક પરીક્ષા પાસ કરનાર માંડ લાખોમાં એકાદ હોય છે. અને તે સુરતની 18 વર્ષની સ્તુતિ ખાંડવાલાનું નામ આ મહાસિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓમાં સામેલ થાય છે.

NEET અને JEE જેવી પરીક્ષામાં ઉતીર્ણ થઇને સુરતની સ્તુતિએ મેળવી અનોખી સિદ્ધિ

ચેતન પટેલ/સુરત: દેશમાં લાખો વિદ્યાર્થીઓ દર વર્ષે મેડીકલ એન્જીનીયરીંગ કે અન્ય ઉચ્ચ શિક્ષણની પ્રવેશ પરીક્ષા આપે છે. NEET અને JEE જેવી પરીક્ષામાં ઉતીર્ણ થાય તો તેને એક સિદ્ધિ ગણવામાં આવે છે. પરંતુ એક સાથે આવી અનેક પરીક્ષા પાસ કરનાર માંડ લાખોમાં એકાદ હોય છે. અને તે સુરતની 18 વર્ષની સ્તુતિ ખાંડવાલાનું નામ આ મહાસિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓમાં સામેલ થાય છે.

નેશનલ કક્ષાની એન્જીનિયરિંગ કે મેડિકલ જેવી બે પરીક્ષા એક વિદ્યાર્થી માટે આપવુ અને તેમાં સારા માર્ક્સથી ઉત્તીર્ણ થવુંએ ખૂબ જ રેર કહી શકાય. પરંતું સુરતની દીકરીએ અશક્યને શક્ય બનાવી દીધુ છે. સુરતની આ અત્યંત તેજસ્વી વિદ્યાર્થીની સ્તુતિ ખાંડવાલાએ જેઈઈ મેઈન ઉપરાંત નીટ, એમબીબીએસ તથા એઈમ્સ એમબીબીએસ એમ વિવિધ પ્રવેશ મેરીટમાં સ્થાન મેળવીને અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે. અસાધારણ બાબત એ છે કે, દેશની કોઈપણ ટોચની કોલેજમાં તેને પ્રવેશ મળી જાય તેમ છે. છતાં તે અભ્યાસ માટે વિદેશ જશે. સ્તુતિ ખાંડવાલા રાજસ્થાન CBSC બોર્ડના વિજ્ઞાનપ્રવાહમાં 98.8 ટકા માર્કસ મેળવી રાજ્યમાં ટોપ કર્યું હતું.

આ ખેડૂત પુત્રએ બોરવેલમાં પડેલા બાળકને જીવિત બહાર કાઢે તેવો ‘રોબોટ’ બનાવ્યો

એઈમ્સ એમબીબીએસ પ્રવેશ પરીક્ષામાં ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે. નીટમાં 71 અને જેઈઈ મેઈનમાં 1086મો ક્રમ મેળવ્યો છે. JIPMER MBBS ની પરીક્ષામાં તેણે 27મો રેન્ક મળ્યો છે. સ્તુતિના માતા-પિતા બંને ડોક્ટર્સ છે. તેની માતા એક ડેન્ટિસ્ટ છે. માતા હેતલ પોતાની દિકરીના ભણતર માટે પ્રેક્ટિસ છોડી અને કોટામાં પોતાની દિકરીની સાથે 3 વર્ષથી રહી રહ્યા છે. પિતા શિતલ એક પૈથોલોજિસ્ટ છે, જેઓ સુરતમાં રહે છે. તેઓ પોતાની દિકરીને મળવા માટે દર વિકેન્ડ કોટા જાય છે.

સ્તુતિએ પોતાની સફળતાનો શ્રેય માતા પિતાને અને ટ્યૂશન ટીચર્સને આપ્યો છે. કોચિંગ સિવાય સ્તુતિ 12-13 કલાક ભણવા માટે સમય નીકાળતી હતી. તે ફિજિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજી જેવા તમામ વિષયોની સ્ટડી માટે એકસરખો સમય કાઢતી હતી. હવે સ્તુતિ માટે ભારતની ટૉપ કૉલેજોમાંથી પસંદ કરવાની સમય હતો. ત્યારે તેણે દુનિયાની ટૉપ યૂનિવર્સિટીમાં એડમિશન લેવાનો નિર્ણય કર્યો. અમેરિકાની મૈસાચુસેન્ટ્સ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલોજી સ્તુતિને પોતાને ત્યાં સ્કોલરશિપની સાથે એડમિશન આપવાની ઑફર કરી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news