સુરત ભાજપના ઉપપ્રમુખ પીવીએસ શર્માએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, હાલત ગંભીર

સુરત ભાજપના ઉપપ્રમુખ પીવીએસ શર્માએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, હાલત ગંભીર
  • પીવીએસ શર્મા દ્વારા વડાપ્રધાન મોદીને ટ્વિટ કરી ED અને CBI તપાસની માંગ પણ કરવામાં આવી હતી. જેના બાદ તેઓ પોતાના ફ્લેટની નીચે જ ધરણા પર બેસ્યા હતા

તેજશ મોદી/સુરત :સુરતના જ્વેલર્સ કલામંદિર દ્વારા નોટબંદી દરમિયાન મની લોન્ડરિંગનો આરોપ લગાવનાર અને પીએમ મોદી સામે તપાસના માંગ કરીને ચર્ચામાં આવેલ પીવીએસ શર્માએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. સુરત ભાજપ શહેર ઉપપ્રમુખનો અને નિવૃત્ત IT અધિકારી PVS શર્મા (PVS sharma) એ ગઈકાલે રાત્રે આપઘાતનો પ્રયાસ કર્યો છે. સુરત શહેરના ઘોડદોડ રોડ પર આવેલી જ્વેલર્સ કલામંદિર દ્વારા નોટબંધી દરમિયાન સોના વેચાણના નામે મની લોન્ડરિંગ કર્યું હોવાના આક્ષેપોને કારણે પૂર્વ ઇન્કમટેક્સ અધિકારી અને ભાજપના અગ્રણી પીવીએસ શર્માને ત્યાં આઈડીના દરોડા (IT raid) પડ્યા છે. ત્યારે પીવીએસ શર્મા દ્વારા વડાપ્રધાન મોદીને ટ્વિટ કરી ED અને CBI તપાસની માંગ પણ કરવામાં આવી હતી. જેના બાદ તેઓ પોતાના ફ્લેટની નીચે જ ધરણા પર બેસ્યા હતા.

આ પણ વાંચો : CM રૂપાણીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવીને કહ્યું, કોરોનાની રસી ન આવે ત્યા સુધી ઢીલાશ ન રાખો

પીવીએસ શર્મા ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર પણ છે. પી.વી.એસ.શર્મા સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે તેઓએ ગઈકાલે ગળે ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેઓન સુરતની અઠવાગેટ સ્થિત ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. જેમાં હાલ તબીબોના જણાવ્યા અનુસાર, PVS શર્માની હાલત ગંભીર છે. 

PVS શર્માની ઓફિસે અને ઘરે 24 દિવસ પહેલા ITએ રેડ પાડી હતી. ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર PVS શર્મા અને અન્ય એક સામે ફરિયાદ નોંધાઈ છે. પીવીએસ શર્મા અને કંપનીના ડાયરેક્ટર સીતારામ અડુકીયા સામે આઈપીસી કલમ 465, 468, 471, 420 અને 120(બી) મુજબનો ગુનો નોંધ્યો છે.

કાળા નાણાંની ફરિયાદ કરી ખુદ ફસાયા હતા શર્મા 
કાળા નાણાં સામે પીએમ મોદી સુધી ફરિયાદ કરનાર પીવીએસ શર્મા ખુદ લપેટામાં આવ્યા હતા. પહેલા દિવસની તપાસમાં શર્માની 10 મિલકતો મળી હતી. જેની બજાર કિંમત 40થી 50 કરોડની વચ્ચેની છે. આ ઉપરાંત મુંબઇની એક કંપનીમાંથી તેઓ મહિને દોઢ લાખનો પગાર મેળવતા હોવાનુ ખૂલ્યું હતુ. અત્યાર સુધી 90 લાખનું કમિશન પણ મેળવી ચૂક્યા છે. ઉપરાંત બિલ્ડર ભરત શાહ સાથે પણ એક કન્સ્ટ્રકશન કંપનીમાં તેઓ જોડાયેલા છે. આથી તપાસનો રેલો તેમની સુધી પણ પહોંચ્યો હતો. એક કિલો સોનું પણ મળ્યું હતુ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news