ધોકાના દિવસે કોરુંધાકોર બન્યું રાજકોટ, ચોપડાપૂજન બાદ વેપારીઓએ દુકાનો બંધ કરી

મોટાભાગના વેપારીઓ ગઈકાલે દિવાળીના દિવસે ચોપડા પૂજન કરી ધંધો રોજગાર બંધ કર્યા હતા. પરંતુ હજી પણ કેટલાક નાના વેપારીઓ બજારમાં ધંધા રોજગાર માટે બેઠા છે

ધોકાના દિવસે કોરુંધાકોર બન્યું રાજકોટ, ચોપડાપૂજન બાદ વેપારીઓએ દુકાનો બંધ કરી

રક્ષિત પંડ્યા/રાજકોટ :દિવાળી બાદ લોકોને તિથિ મુજબ એક ધોકાનો દિવસ પણ મળ્યો છે. જોકે, લોકોની દિવાળી (Diwali 2020) ની ખરીદી હજુ પણ પૂરી થઈ નથી તેવું લાગે છે. રવિવારની રજા અને ધોકાનો દિવસ હોવાથી રાજકોટના બજારમાં નાની મોટી ખરીદી કરવા લોકો પહોંચ્યા છે. મોટાભાગના વેપારીઓ ગઈકાલે દિવાળીના દિવસે ચોપડા પૂજન કરી ધંધો રોજગાર બંધ કર્યા હતા. પરંતુ હજી પણ કેટલાક નાના વેપારીઓ બજારમાં ધંધા રોજગાર માટે બેઠા છે. 

rajkot_market_zee1.jpg

આગામી લાભ પાંચમના દિવસથી ફરી વેપારીઓ શુભ મુહૂર્તમાં ધંધા રોજગાર શરૂ કરશે. રાજકોટના ગુંદાવાડી, ધર્મેન્દ્ર રોડ, સોની બજાર, પેલેસ રોડ સહિતની બજારમાં ખરીદીનો માહોલ શાંત થયો છે. તો કેટલીક દુકાનો ખુલ્લી હોવાથી લોકો ખરીદી કરવા આવી રહ્યા છે. 

rajkot_market_zee2.jpg
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news