સુરત કોફી શોપમાં યુવતીના મોતનું રહસ્ય વધુ ઘેરું બન્યુ, PM રિપોર્ટમાં મૃત્યુનું કારણ જ સ્પષ્ટ ન થયું...

વેસુના એક કોફી શોપમાં બેભાન હાલતમાં મળી આવેલા કોલેજિયન વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીમાંથી એકનું મોત નિપજ્યું હતું. પોલીસ માટે આ ઘટનાને ઉકેલવી કઠીન બની ગઈ હોય તેવા સંજોગો સર્જાયા છે. યુવતીના PM રિપોર્ટમાં કોઈ બાબત સ્પષ્ટતા થઈ નથી..

સુરત કોફી શોપમાં યુવતીના મોતનું રહસ્ય વધુ ઘેરું બન્યુ, PM રિપોર્ટમાં મૃત્યુનું કારણ જ સ્પષ્ટ ન થયું...

ચેતન પટેલ/ સુરત: વેસુના એક કોફી શોપમાં બેભાન હાલતમાં મળી આવેલા કોલેજિયન વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીમાંથી એકનું મોત નિપજ્યું હતું. પોલીસ માટે આ ઘટનાને ઉકેલવી કઠીન બની ગઈ હોય તેવા સંજોગો સર્જાયા છે. યુવતીના PM રિપોર્ટમાં કોઈ બાબત સ્પષ્ટતા થઈ નથી, જેના કારણે યુવતીનું મોત કયા કારણસર થયું તે જાણી શકાયું નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટથી યુવતીના મોતનું રહસ્ય વધુ ઘેરું બન્યુ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવતીના મૃત્યુનું કારણ સ્પષ્ટ થયું નથી. પોલીસ માટે આ કેસ ઉકેલવો મુશ્કેલ બની રહ્યો છે. પરંતુ પરિવારજનોના આક્ષેપ બાદ સુરત પોલીસ કમિશનર દ્વારા આખા કેસની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. 

આ ઘટનામાં પોલીસે કોફી શોપમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે યુવતી સાથે કાફેમાં એક યુવક પણ હાજર હતો. સુરતમાં કોફી શોપમાં વિદ્યાર્થીનીના મૃત્યુથી અનેક તર્કવિતર્ક ઉભા થઈ રહ્યા છે. ઝેર આપી મારી નાખ્યાના વિધર્મી વિદ્યાર્થી પર યુવતીના પરિવારના આક્ષેપ પછી સ્થિતિ વધુ વિકટ બની હતી અને પોતાની દીકરીનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. 

અત્રે નોંધનીય છે કે, સુરતના વેસુના એક  કોફી શોપમાં બનેલી આ ઘટનામાં પરિવારજનોએ વિધર્મી વિદ્યાર્થી પર ઝેર આપી મારી નાખ્યાનો આક્ષેપ કરતા અરેરાટી વ્યાપી ગઈ હતી. બીએડની વિદ્યાર્થિનીના મોતને લઈને પરિવારે આરોપ મુકતા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી હતી. બીજી બાજુ પરિવારે દીકરીનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી સીબીઆઈ અથવા ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપવા માગ કરી હતી. જેથી આજે આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાતા આજે પરિવારે દીકરીનો મૃતદેહ સ્વીકારીને તેના અંતિમવિધિની તૈયારી કરવામાં આવી છે.

વેસુના એક કોફી શોપમાં બે કોલેજિયન યુવક યુવતી મળી આવ્યા હતા, જ્યાં તેમને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સિવિલના ડોક્ટરોએ વિદ્યાર્થિનીને મૃત જાહેર કરતા સાથી યુવક સારવાર છોડીને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું હતું. પરંતુ વિદ્યાર્થિનીને લઈને કેટલાંક પ્રશ્નો ઉભા થયા હતા. ઓડિશાવાસી પરિવારની એકની એક દીકરીને વિધર્મી યુવકે ઝેર આપી મારી નાખી હોવાનો પરિવારે આક્ષેપ કરાયો હતો. બીજી બાજુ પોલીસે કોફી શોપમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું તેઓ બન્ને જણાં અહીં આવ્યા હતા. પરંતુ થોડા સમય પછી તે બેભાન બની ગઈ હતી. ત્યારબાદ તેણે હોસ્પિટલમાં ખસેડતા ડોક્ટરોએ ઝેર પીધું હોવાનો ખુલાસો કરીને મૃત જાહેર કરી હતી. 

યુવતીન પિતાએ જણાવ્યું હતું કે, મારી એકની એક દીકરી ક્યારેય સુસાઈડ ન કરી શકે, તેની હત્યા કરાઈ છે. મારી દીકરી કોલેજ જવાનું કહી નીકળી હતી. તેનો ફોન 3 કલાક બંધ હતો. તેની સાથેનો યુવક શા માટે ભાગી ગયો? ફોરેન્સીક પીએમમાં પણ મોતનું કારણ સ્પષ્ટ થયુ નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news