જન્મથી જ દ્રષ્ટિ, નાક, તાળવું અને હોઠ નથી, છતાં સર્જરી બાદ યુરીનની કોથળી સાથે પરીક્ષા આપતો દિવ્યાંગ ઉત્તમ મારુ
રાજકોટમાં TyBA ના પરીક્ષાર્થીની હિંમતને ખરેખર દાદ આપવી રહી. આ કિસ્સો આજના દરેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી છે. વિધીની વક્રતાના લીધે તેને ડગને પગલે દુ:ખોના પ્રહાડો વચ્ચેથી પસાર થવું પડે છે.
Trending Photos
ગૌરવ દવે/ રાજકોટ: કૃદરત કી થપાયો સે ક્યા ડરના, ઝીંદગી એક જંગ હૈ ઔર જીત કે જાના હૈ... આ પ્રકારના બુલંદ આત્મવિશ્વાસ સાથે દિવ્યાંગ વિદ્યાર્થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા આપી રહ્યો છે. રાજકોટમાં TyBA ના પરીક્ષાર્થીની હિંમતને ખરેખર દાદ આપવી રહી. આ કિસ્સો આજના દરેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી છે. વિધીની વક્રતાના લીધે તેને ડગને પગલે દુ:ખોના પ્રહાડો વચ્ચેથી પસાર થવું પડે છે. તેમ છતાં આ વિદ્યાર્થી હિંમત હાર્યો નથી. તેની હાલમાં સર્જરી કરાવી હોવા છતાં દિવ્યાગ ઉત્તમ મારું યુરિનની કોથળી સાથે પરીક્ષા આપી રહ્યો છે. દ્રષ્ટિથી દિવ્યાંગ, જન્મથી જ નાક, તાળવું, હોઠ ન છતાં આ વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ બુલંદ છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ઉત્તમ મારું કે જે દ્રષ્ટિથી દિવ્યાંગ છે. જન્મથી જ નાક, તાળવું અને હોઠ નથી. ચહેરા પર અનેક પ્રકારની સર્જરી અને એક જ કાનથી સંભળાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ નબળી છે. ગીતાના 18 અધ્યાય કળકળાટ બોલે છે અને પાણીની સૂત્રો કંઠસ્થ છે. ગાયન વાદનમાં પારંગત અને તમામ વાદ્યો વગાડી શકે છે. જીવનમાં અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ આ દિવ્યાંગ વિદ્યાર્થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મુખ્ય વિષય સંસ્કૃત સાથે બીએમાં અભ્યાસ કરી રહ્યો છે.
હાલ તેની પરીક્ષા ચાલી રહી છે. વિધીની વક્રતા તો જુઓ કે દિવ્યાંગ ઉત્તમની છાતીમાં શરદી ઉધરસને લીધે કફ જામ થઈ જતા સર્જરી કરાવવી પડી અને યુરીનની કોથળી પણ સાથે રાખવી પડે છે તેમ છતાં આ વિદ્યાર્થી જસાણી કોલેજમાં પરીક્ષા આપી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે