આ છે વાસ્તાવિકતા! ગુજરાતની આ ટ્રેનોમાં ભારે ધસારો, ટિકીટ હોવા છતાં મુસાફરો સંડાસમાં બેસવા મજબુર

ગુજરાતના દરેક શહેરોમાં તહેવારના દિવસોમાં પોતાના વતન જવા માટે પરપ્રાંતિયોનો ભારે ધસારો જોવા મળે છે. સુરતમાં પણ ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને છત્તીસગઢ જેવા રાજ્યોના લોકો રોજગાર અર્થે વસે છે.

આ છે વાસ્તાવિકતા! ગુજરાતની આ ટ્રેનોમાં ભારે ધસારો, ટિકીટ હોવા છતાં મુસાફરો સંડાસમાં બેસવા મજબુર

પ્રશાંત ઢીવરે/સુરત: દિવાળી પર્વની ઉજવણી કરવા સુરતથી જતી તાપી-ગંગા સાહિતની ટ્રેનોમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ટ્રેનમાં બેસવા માટે કલાકોથી લોકો લાઈનમાં ઉભા છે.ટ્રેનની 1700 લોકોની કેપેસિટીની સામે 5 હજારથી વધુ લોકો મુસાફરી કરી રહ્યા છે.ટ્રેનમાં બેસવા જગ્યા ન મળતા અનેક પરિવાર વતન જઈ ન શકાય. ટીકીટ હોવા છતાં અનેક મુસાફરો જગ્યા જ ન મળી છે. સુરતમાં પરપ્રાંતિ લોકો મોટી સંખ્યામાં વસવાટ કરતા હોય છે.પોતાના વતન પરત ફરવા રાતથી લાઈનમાં બેસું પડે છે.ગરમીના સમયમાં 70 જેટલા લોકો બેસી શકે તેટલા ડબ્બામાં 250 જેટલા લોકો બેસીને મુસાફરી કરી રહ્યા છે. સ્ટેશન પર ભારે ધસારો જોવા મળતા પોલીસ કાફલો ઉતારવામાં આવ્યો છે.

ગુજરાતના દરેક શહેરોમાં તહેવારના દિવસોમાં પોતાના વતન જવા માટે પરપ્રાંતિયોનો ભારે ધસારો જોવા મળે છે. સુરતમાં પણ ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને છત્તીસગઢ જેવા રાજ્યોના લોકો રોજગાર અર્થે વસે છે. શહેરમાં રહેતા આ પરપ્રાંતિયોઓએ પણ પોતાના વતન ઉત્તર ભારત તરફ જવા પ્રયાણ કર્યુ છે. 

જો કે સુરતના પરપ્રાંતિયો માટે પોતાના વતનની વાટ બહુ વસમી થઈ રહી છે. 1700ની કેપેસિટી ધરાવતી ટ્રેનમાં 5000થી વધુ પેસેન્જર્સ હકડેઠઠ મુસાફરી કરી રહ્યા છે.ટ્રેન ભરાઈ જવાના કારણે મોડી રાતથી અને વહેલી સવારથી લાઈનમાં બેઠેલા ઘણાં મુસાફરોએ પરત ફરવાનો વારો આવી રહ્યો છે. ટ્રેનમાં ચડવા માટે ભારે ભીડ હોવાના કારણે ઘણાં મુસાફરો ઈમર્જન્સી વિન્ડોમાંથી પણ ટ્રેનમાં ચઢતા જોવા મળ્યા હતા.

દિવાળી અને છઠ પૂજા જેવા તહેવારોમાં સુરતમાં રહેતા હજારો ઉત્તર ભારતીયો પોતાના વતન જઈ રહ્યા છે. સુરત રેલવે સ્ટેશને છપરા જતી તાપી ગંગા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરવા માટે મોટી સંખ્યામાં પરપ્રાંતિયો સુરત રેલવે સ્ટેશન જમા થઈ રહ્યા છે. રેલવે સ્ટેશન પર જાણે કિડિયારુ ઉભરાયું હોય તેવી સ્થિતિ થઈ છે. જનરલ કોચમાં બેસવા માટે પેસેન્જર્સ 24થી 48 કલાક લાઈનમાં ઊભા રહ્યા હતા. જો કે આ લાંબા સમયના ઈંતજાર બાદ પણ બેસવાની જગ્યા મળી નહોતી. કેટલાક પેસેન્જર્સને બારીમાં તો કેટલાકને શૌચાલયમાં બેસવાની ફરજ પડી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news