World Cup 2023: હાર સાથે પૂરી થઈ અફઘાનિસ્તાનની વર્લ્ડ કપ 2023ની સફર, દ.આફ્રિકાએ 5 વિકેટથી હરાવ્યું
World Cup 2023: દક્ષિણ આફ્રિકાની ટીમે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાનને 5 વિકેટથી હરાવી દીધુ છે. આ હાર સાથે જ અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગઈ છે.
Trending Photos
World Cup 2023: દક્ષિણ આફ્રિકાની ટીમે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાનને 5 વિકેટથી હરાવી દીધુ છે. આ હાર સાથે જ અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગઈ છે. અફઘાનિસ્તાને વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં જગ્યા બનાવવા માટે દક્ષિણ આફ્રિકાને આ મેચમાં 438 રનથી હરાવવાની જરૂર હતી. જે એક અશક્ય કામ જેવું હતું. અફઘાનિસ્તાનની ટીમે આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો અને આ સાથે જ તેની વર્લ્ડ કપ 2023માં સફર પણ પૂરી થઈ ગઈ છે.
દક્ષિણ આફ્રિકાએ હરાવ્યું
અફઘાનિસ્તાનની ટીમે આ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. નિર્ધારિત 50 ઓવરમાં 244 રન કરી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ. દક્ષિણ આફ્રિકાને આ સાથે જીત માટે 245 રનનો ટાર્ગેટ મળ્યો. અફઘાનિસ્તાનના યુવા ઓલરાઉન્ડર અજતુલ્લાહ ઓમરજઈએ અણનમ 97 રન કર્યા. ઓમરજઈએ ટુર્નામેન્ટમાં સારી લય જાળવી રાખતા 107 બોલમાં સાત ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 97 રન કર્યા.
A sturdy sixth-wicket partnership helped South Africa overcome the Afghanistan spin challenge 👊#CWC23 | #SAvAFG 📝: https://t.co/1SWPSBhnAB pic.twitter.com/9Oze1WlcLD
— ICC (@ICC) November 10, 2023
દક્ષિણ આફ્રિકા માટે સૌથી સફળ બોલર જેરાલ્ડ કોએત્ઝી રહ્યો જેણે 10 ઓવરમાં 44 રન આપી 4 વિકેટ ઝડપી. 245 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે 47ય3 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 247 રન કરી અફઘાનિસ્તાને હારનો સામનો કરાવ્યો. આ સાથે અફઘાનિસ્તાન હવે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું.
From just one win across two editions, to four wins and a shot at the semi-finals in 2023 📈
Are Afghanistan the most improved side of the men's ODI World Cup? 🤔 #SAvAFG #CWC23 pic.twitter.com/eZYYimIsdu
— ESPNcricinfo (@ESPNcricinfo) November 10, 2023
માંડ માંડ જીતી દક્ષિણ આફ્રિકાની ટીમ
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમના કેપ્ટન તેંબા બાવુમા અને ક્વિન્ટન ડિકોકે સારી શરૂઆત આપી પરંતુ 14 ઓવરમાં 66 રન સુધીમાં બંને આઉટ થઈ ગઆ. ત્યારબાદ અફઘાનિસ્તાને એડન માર્કરમ, હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલરને આઉટ કરી દીધા પરંતુ ત્રીજા નંબર પર આવેલા રાસી વેન ડર ડુસેને અણનમ 76 રનની મદદથી ટીમને જીત અપાવી દીધી. ફુલકવાયોએ 37 બોલમાં અણનમ 39 રન કર્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે