VIDEO Call પર યુવતીએ નગ્ન થઈ યુવકને લલચાયો, એકલામાં કઢાવ્યા કપડાં, પછી જે બન્યું....

યુવકને ગત તારીખ 23 ઓગસ્ટના રોજ સવારે અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે યુવતી પોતાની ઓળખ પૂજા શર્મા તરીકે આપી વિડીયોકોલ ઉપર અભદ્ર સ્થિતિમાં આવી યુવકને બાથરૂમમાં મોકલીને તેની પાસે પણ કપડા ઉતારવાનું કહેતા તમામ કપડા ઉતારી દીધા હતા. 

VIDEO Call પર યુવતીએ નગ્ન થઈ યુવકને લલચાયો, એકલામાં કઢાવ્યા કપડાં, પછી જે બન્યું....

ઝી બ્યુરો/સુરત: સિંગણપોર વિસ્તારમાં રહેતો યુવક હનીટ્રેપમાં ફસાયો હતો. અજાણી યુવતીઍ વિડીયો કોલ ઉપર અભદ્ર સ્થિતિમાં આવી યુવક પાસે પણ કપડા કઢાવી તેનું મોબાઈલમાં સ્ક્રીન ડોકીંગ કરી તેને વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 5.65 લાખ પડાવ્યા હતા. ત્યારબાદ પણ ટોળકીએ વધુ પૈસાની માંગણી કરતા યુવકે પોલીસમાં ફરિયાદ નોદ્વધાવી હતી. સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરી યુપીથી બે બેન્ક હોલ્ડરને ઝડપી પાડ્યા છે. 

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સિંગણપોર ડભોલી રોડ વિસ્તારમાં રહેતો 32 વર્ષીય યુવક ઓનલાઈન સાયબર ક્રાઈમનો શિકાર બન્યો છે. યુવક ઓનલાઇન સાયબર ક્રાઈમનો શિકાર બન્યો છે. યુવકને ગત તારીખ 23 ઓગસ્ટના રોજ સવારે અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે યુવતી પોતાની ઓળખ પૂજા શર્મા તરીકે આપી વિડીયોકોલ ઉપર અભદ્ર સ્થિતિમાં આવી યુવકને બાથરૂમમાં મોકલીને તેની પાસે પણ કપડા ઉતારવાનું કહેતા તમામ કપડા ઉતારી દીધા હતા. તે વખતે પૂજાએ મોબાઇલમાં સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું અને તે વિડીયો મોકલી આપ્યો હતો.

થોડીવારમાં સુનિલ દત્ત ડૂબે નામના યુવકે પોલીસ યુનિફોર્મ ઉપર વીડિયો કોલ કરી પોતે ડીએસપી તરીકે ઓળખ આપી હતી અને સંજય નામના યુવકે youtube માંથી બોલતા હોવાની ઓળખ આપી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેમજ વિડીયો ડીલીટ કરવાના બદલામાં રૂપિયાની માંગણી કરી હતી. યુવકે વિડીયો વાયરલ થશે તેવી બદનામી થવાના ડરથી ટુકડે ટુકડે કરીને 5.67 લાખ બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આટલા પૈસા લીધા બાદ પણ ટોડકી દ્વારા વધુ પૈસાની માંગણી કરવામાં આવી હતી.

આખરે યુવકે આ મામલે ગતરોજ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ સર્વેન્સના આધારે તપાસ શરૂ કરી હતી અને યુપીથી રોહિતકુમાર વાલ્મિકી અને સની કુમાર વાલ્મિકી નામના બે આરોપી ની ધરપકડ કરી હતી. હાલ તો આ સમગ્ર મામલે બંને આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે. આ ઉપરાંત આ ગેંગમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે અંગે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news