ભર શિયાળે ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ, એલર્ટ પર આ વિસ્તારો
Dwarka Rain : ભર શિયાળે દ્વારકાના વાતાવરણમાં પલટો, વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો
Trending Photos
Gujarat Weather Forecast : કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગુજરાતનું વાતાવરણ પલટાયું છે. દ્વારકા જિલ્લામાં ભર શિયાળે માવઠાનો પ્રકોપ જોવા મળ્યો છે. દ્વારકાના કલ્યાણપુર પંથકના ગામડાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. કલ્યાણપુર તાલુકાના હાબરડી, મોટા આસોટા સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ નોંધાયો છે. ભર શિયાળે માવઠાનો માર પડતાં ખેડૂતોના શિયાળું પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે.
આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. જેમાં અમરેલી, રાજકોટ, દ્વારકામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબસાગરથી પવન ભેજ લઈને આવતા હોવા હોવાથી હળવા વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં ગમે ત્યારે વરસાદ આવી શકે છે.
આવતીકાલથી ઠંડીનો પારો ગગડશે
હવામાનના લેટેસ્ટ અપડેડની વાત કરીએ તો, રાજ્યનાં 14 શહેરમાં તાપમાન ગગડયું છે. નલિયામાં સૌથી ઓછું 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં 16.7, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 14.6, સુરેન્દ્રનગરમાં 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આવતીકાલથી તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટવાની આગાહી છે.
ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થશે
અંબાલાલ પટેલની આગાહી પણ ખતરનાક છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યુ હતું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડતા નાતાલ સુધીમાં માવઠાની શક્યતા છે. તો ઠંડી અંગે અંબાલાલની મોટી આગાહી એવી છે કે, નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર આવશે. આવતીકાલ 23 ડિસેમ્બર બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે. 23 મી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે. કરા અને ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે. 23 મીએ ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થશે. ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડીનો દોર સમગ્ર ગુજરાતમાં ફરી વળશે. આ વર્ષે છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો સહન કરવો પડશે.
હાલ ફરી એકવાર સમગ્ર ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર આવ્યો છે. આકાશમાં વાદળો ઘેરાયા છે. આકાશ મા વાદળો ઘેરાતા ફરી એક વખત જગતનો તાત ચિંતામાં મુકાયો છે. રાયડો, એરંડા સહીતના પાકોમાં રોગચાળો આવે તેવી ભીતિ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે