વેવાણ પોલીસ સમક્ષ હાજર, પતિએ અપનાવવાની મનાઇ કરતા મામલો ગુંચવાયો

શહેરનાં ખુબ જ ચર્ચાસ્પદ વેવાઇ અને વેવાણનાં કિસ્સામાં હવે નવો વળાંક આવ્યો છે. વેવાણ પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયા છે. જ્યાં તેમણે પોતાની ભુલ થઇ હોવાનું નિવેદન આપ્યું છે. જો કે વેવાણનાં પતિએ તેમને સ્વિકારવાનો ઇન્કાર કરી દીધો છે. જેનાં કારણે મહિલાનાં પિતા તેને લેવા માટે પહોંચ્યા છે. જો કે વેવાણ પોલીસ સ્ટેશને આવ્યા હોવાની વાત ફેલાતા જાણે કોઇ મોટી સેલેબ્રિટી આવી હોય તે પ્રકારે કુતુહલવશ સેંકડો લોકો પોલીસ સ્ટેશનની બહાર એકઠા થવા લાગ્યા છે. બંન્નેના પ્રેમ પ્રકરણમાં બંન્ને સમજુતીથી છુટા પડ્યા હોવાનું પણ વિજલપોર પોલીસને નિવેદનમાં તેમણે જણાવ્યું છે. 

વેવાણ પોલીસ સમક્ષ હાજર, પતિએ અપનાવવાની મનાઇ કરતા મામલો ગુંચવાયો

સ્નેહલ પટેલ/સુરત : શહેરનાં ખુબ જ ચર્ચાસ્પદ વેવાઇ અને વેવાણનાં કિસ્સામાં હવે નવો વળાંક આવ્યો છે. વેવાણ પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયા છે. જ્યાં તેમણે પોતાની ભુલ થઇ હોવાનું નિવેદન આપ્યું છે. જો કે વેવાણનાં પતિએ તેમને સ્વિકારવાનો ઇન્કાર કરી દીધો છે. જેનાં કારણે મહિલાનાં પિતા તેને લેવા માટે પહોંચ્યા છે. જો કે વેવાણ પોલીસ સ્ટેશને આવ્યા હોવાની વાત ફેલાતા જાણે કોઇ મોટી સેલેબ્રિટી આવી હોય તે પ્રકારે કુતુહલવશ સેંકડો લોકો પોલીસ સ્ટેશનની બહાર એકઠા થવા લાગ્યા છે. બંન્નેના પ્રેમ પ્રકરણમાં બંન્ને સમજુતીથી છુટા પડ્યા હોવાનું પણ વિજલપોર પોલીસને નિવેદનમાં તેમણે જણાવ્યું છે. 

સુરતમાં જે કિસ્સો બન્યો છે તે ઘણો નવાઈ ઉપજાવે તેવો છે. વાત એમ છે કે, વરરાજાના પિતા અને દુલ્હનની માતાને પોતાના યુવાનીના દિવસોનો પ્રેમ યાદ આવી જતાં તેઓ કથિત રીતે ફરાર થઈ ગયા હતા. વેવાઇ અને વેવાણ ફરાર થઇ જતા તેમનાં સંતાનોનું લગ્ન જીવન ભાંગી પડ્યું હતું. આ ઉપરાંત આ સમગ્ર કિસ્સો ગુજરાતમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. ફેબ્રુઆરીના બીજા અઠવાડીયામાં બંન્નેના સંતાનોનાં લગ્ન થાય તે પહેલા જ વેવાઇ અને વેવાણ ભાગી છુટ્યા હતા. ત્યાર બાદ બંન્નેની એક ઓડિયા ક્લિપ વાઇરલ થઇ હતી. જેમાં બંન્ને પોતાનાં પરિવારની ચિંતા કરતા અને પુછપરછ કરતા હતા. આ ઓડિયો ક્લિપે પણ સોશિયલ મીડિયામાં ધુમ મચાવી હતી. 

48 વર્ષીય વેવાઇ અને 46 વર્ષીય વેવાણ ભાગી જવાનાં કારણે પ્રાથમિક તબક્કે ચરચાર મચી ગયા બાદ આ બંન્ને સમગ્ર ગુજરાતમાં હાંસીને પાત્ર બન્યા હતા. બંન્નેનાં પ્રસંગને જોતા જોક્સ અને શાયરીઓ ફરવા લાગી હતી. આ ઉપરાંત બંન્નેનાં કેટલીક તસ્વીરો અને ઓડીયો ક્લિપ્સ પણ વાઇરલ થઇ હતી. સોશિયલ મીડિયા પર વેવાઇ અને વેવાણ ખુબ જ ચર્ચાનો વિષય બન્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news