CAAને પશ્ચિમ બંગાળમાંથી જડમૂળથી નાબૂદ કરવા મોદી સરકાર વિરુદ્ઘ મમતા આજે ભરશે મોટું પગલું

નાગરિકતા સંશોધન કાયદા (CAA)ની વિરુદ્ધ ટીએમસી આજે વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ કરશે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં આજે વિશેષ સેશન બોલાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ કાયદાની વિરુદ્ધ કેરળ, પંજાબ અને રાજસ્થાન વિધાનસભામાં પ્રસ્તાવ પાસ થઈ ચૂક્યું છે.
CAAને પશ્ચિમ બંગાળમાંથી જડમૂળથી નાબૂદ કરવા મોદી સરકાર વિરુદ્ઘ મમતા આજે ભરશે મોટું પગલું

નવી દિલ્હી :નાગરિકતા સંશોધન કાયદા (CAA)ની વિરુદ્ધ ટીએમસી આજે વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ કરશે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં આજે વિશેષ સેશન બોલાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ કાયદાની વિરુદ્ધ કેરળ, પંજાબ અને રાજસ્થાન વિધાનસભામાં પ્રસ્તાવ પાસ થઈ ચૂક્યું છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ 20 જાન્યુઆરીના રોજ કહ્યું હતું કે, તેમની સરકાર આગામી ત્રણ-ચાર દિવસોમાં સીએએની વિરુદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કરશે. તેમણે અન્ય રાજ્યો, ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યોથી પણ આવા પ્રસ્તાવ પાસ કરવાની અપીલ કરી હતી. 

મમતાએ કહ્યું હતું કે, અમે ત્રણ મહિના પહેલા એનઆરસીની વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરી ચૂક્યા છે. આગામી ત્રણ-ચાર દિવસોમાં અમે સીએએની વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરી કરીશું.

માર્કસવાદી કમ્યુનિટી પાર્ટીની આગેવાનીવાળી કેરળ સરકાર, પંજાબ અને રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પણ સીએએની વિરુદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કરી ચૂકી છે અને આ વિવાદાસ્પદ કાયદાને નાબૂદ કરવાની માંગ કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news