ચાના બંધાણીઓ માટે મોટા સમચાર, હવે વધુ મોંઘી થઇ ચાની ચુસ્કી

ચાના બંધાણીઓ માટે મોટા સમચાર સામે આવ્યા છે. ચાની ચુસ્કી હવે વધુ મોંઘી બનશે. જથ્થાબંધા ચાના ભાવમાં 60 ટકાનો વધારો આવતા ઘરે કે કીટલી પર ચા પીવી મોંઘી બનશે. લૉકડાઉન અને આસામમાં આવેલા પૂરના કારણે ચાના પાકને મોટું નુકસાન થયું છે. જેથી ચાના ભાવમાં જલ્દી જ વધારો થવા જઈ રહ્યો છે.
ચાના બંધાણીઓ માટે મોટા સમચાર, હવે વધુ મોંઘી થઇ ચાની ચુસ્કી

આશ્કા જાની, અમદાવાદ: ચાના બંધાણીઓ માટે મોટા સમચાર સામે આવ્યા છે. ચાની ચુસ્કી હવે વધુ મોંઘી બનશે. જથ્થાબંધા ચાના ભાવમાં 60 ટકાનો વધારો આવતા ઘરે કે કીટલી પર ચા પીવી મોંઘી બનશે. લૉકડાઉન અને આસામમાં આવેલા પૂરના કારણે ચાના પાકને મોટું નુકસાન થયું છે. જેથી ચાના ભાવમાં જલ્દી જ વધારો થવા જઈ રહ્યો છે.

કોરોના કાળમાં જ ચાના ભાવમાં 20 ટકાનો વધારો થયો છે. અને હવે તે વધુ મોંઘી થવા જઈ રહી છે. સવારમાં ઑફિસમાં કે ઘરે, બહાર જતા મિત્રો કે સંબંધીઓ સાથે ચાની ચુસ્કી માણવી હવે મોંઘી પડી શકે છે. આસામના વિનાશક પૂરની સ્થિતિને જોતા નવરાત્રિ બાદ ચાના ભાવમાં 60 ટકાનો વધારો તોળાઈ રહ્યો છે. જેના કારણે ચાની કીટલી પર જે ચાનો કપ મળે છે તેમાં પણ 2 થી 3 રૂપિયાનો વધારો થયો છે.

સામાન્ય રીતે માર્ચ-એપ્રિલ મહિનામાં જ નવી ચાના ઉત્પાદનની શરૂઆત થતી હોય છે. વર્ષ 2019ની સરખામણીમાં આ વર્ષે ચાનું ઉત્પાદન 170 મિલિયન જેટલું ઓછું થયું છે. ઓછા ઉત્પાદનના કારણે ઉત્પાદકો ભાવમાં વધારો કરવા મજબૂર થયા છે. જેથી હવે ચાની ચૂસ્કી મોંઘી પડી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news