સરકારે ભારે વરસાદ બાદ નુકસાનીનો સર્વે શરૂ કર્યો, દરેક પીડિતને રાહતનું આશ્વાસન

સરકારે ભારે વરસાદ બાદ નુકસાનીનો સર્વે શરૂ કર્યો, દરેક પીડિતને રાહતનું આશ્વાસન

- ધરોઈ ડેમ માં 11 હજાર ક્યુસેક પાણી આવક
- ભાદર ડેમ માં 35 હજાર ક્યુસેક પાણી આવક
- દમણગંગા મા 19 હજાર ક્યુસેક પાણી ની આવક થઈ રહી છે

અમદાવાદ : ગુજરાતમાં ભારે વરસાદના કારણે થયેલા નુક્શાનીનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં ભારે વરસાદ બાદ થયેલા નુકસાનનો સર્વે કરી સહાય ચુકવવામાં આવશે. રાજ્યમાં પડેલા ભારે વરસાદના કારણે અત્યાર સુધી રાજ્યમાં 30 ના મૃત્યુ થયા છે. ગુજરાતમાં અત્યારસુધી 106.78 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. જેના કારણે જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ છે. 

ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં આગામી 17 સપ્ટેમ્બર સુધી માત્ર 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં પડેલા ભારે વરસાદના કારણે છેલ્લા 3 દિવસમાં 30ના મૃત્યુ થઈ ચૂક્યા છે. જ્યારે 13 ઓગસ્ટથી આજદિન સુધી કુલ 12,482 લોકોને સ્થળાંન્ટર કરવામાં આવ્યા. જેમાંથી હજુ પણ 2,240 હજુ પણ આશ્રયસ્થાનો પર રોકાયા છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે 136 ડેમો હાઈ એલર્ટ પર, 16 ડેમો એલર્ટ પર જ્યારે 12 ડેમો વોર્નિંગ સ્ટેજ પર છે. ગુજરાત માટે જીવ દોરી સમાન નર્મદા સરદાર સરોવર ડેમ પણ 70 ટકા ભરાયો છે. 1 લાખ 56 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.  સરદાર સરોવર ડેમ સિવાય અન્ય 205 જળાશયો પણ 74 ટકા ભરાઈ ચુક્યા છે.

હાલની સ્થિતિએ ગુજરાત માં 77 ડેમો ઓવરફ્લો થયા છે. જ્યારે 175 તળાવો ઓવરફ્લો થયા છે. વરસાદ મા 55 નદીઓ પણ ઓવરફ્લો થઈ છે. ગુજરાતમાં ભારે વરસાદના કારણે છેલ્લા 2 દિવસમાં વિવિધ સ્થળો પર કરવામાં આવેલી બચાવકામગીરીમાં 366 રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. NDRFની રાજ્યમાં હાલ 13 ટિમો ડિપ્લોય કરવામાં આવી છે. 

જ્યારે 3 ટિમો રિઝર્વ રાખવામાં આવી છે. SDRF ની 2 ટિમો ડિપ્લોય કરવામાં આવી છે.  ભારે વરસાદ વચ્ચે હવામાન ખાતાએ માત્ર 29 અને 30 ઓગસ્ટ ભારે વરસાદ ની આગાહી કરી છે. બાકીના દિવસો દરમિયાન મધ્યમ વરસાદ રહેશે. જેથી વહીવટી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news