આટલો બધો વિકાસ? સુરતનો રીક્ષા ચાલક હતો કરોડોની કંપનીનો માલિક, ખબર પડી તે સાથે જ...

શહેરનો રીક્ષા ચાલક અને તેની પત્ની કંપનીના ડિરેક્ટર બનીને 360 કરોડો રૂપિયાની છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ઊંચા વ્યાજ વળતર આપવાનું કહી સામાન્ય જનતા પાસે ડિપોઝિટ પેટે નાણાં મેળવી સરકાર સાથે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ થતા નારણપુરા પોલીસે તપાસ શરૂ કરી છે. રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ (ROC) દ્વારા વધુ બે કંપની વિરુદ્ધ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આટલો બધો વિકાસ? સુરતનો રીક્ષા ચાલક હતો કરોડોની કંપનીનો માલિક, ખબર પડી તે સાથે જ...

ઉદય રંજન/સુરત : શહેરનો રીક્ષા ચાલક અને તેની પત્ની કંપનીના ડિરેક્ટર બનીને 360 કરોડો રૂપિયાની છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ઊંચા વ્યાજ વળતર આપવાનું કહી સામાન્ય જનતા પાસે ડિપોઝિટ પેટે નાણાં મેળવી સરકાર સાથે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ થતા નારણપુરા પોલીસે તપાસ શરૂ કરી છે. રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ (ROC) દ્વારા વધુ બે કંપની વિરુદ્ધ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જેમાં સુરતનો રીક્ષા ચાલક વિજય વણઝારા અને તેની પત્ની મમતા વણઝારા મેસર્સ. સેન્ટોનો સોલ્યુસન્સ પ્રા. લીમાં ડિરેક્ટર છે. જેણે સુરતમાં બે અલગ અલગ કંપનીઓ ખોલીને પાવર બેંક એપ દ્વારા ઉંચા વળતર ખાતરી આપી સામાન્ય જનતા પાસેથી ડિપોઝિટ પેટે નાણાં સ્વીકારી સરકાર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. મેસર્સ. સેન્ટોનો સોલ્યુસન્સ પ્રા. લી 31 માર્ચ 2021 ના રોજ સ્થાપિત કરેલ હતી. જે કંપની સ્થાપનાના દસ્તાવેજ સિવાય અન્ય કોઈ દસ્તાવેજો ઉપલબ્ધ ન હતા. કંપની પેઈડ અપ કેપિટલ માત્ર 10 હજાર જ હતી. જે સમગ્ર ધ્યાન પર આવતા ROC તપાસ કરતા બોગસ કંપની ઉભી કરી પાવર બેંક એપ માધ્યમથી આશરે 360 કરોડ રકમની છેતરપિંડી આચરી હતી.

સુરતનો રીક્ષા ચાલક વિજય વણઝારા અને તેની પત્ની મમતા વણઝારાએ TEQ SOFTWARE PRIVATE LIMITED નામની કંપનીમાં પણ ડાયરેક્ટર છે. જે બંને કંપનીઓ માં ડિરેક્ટરે IT અંગે કામકાજ કરતી હોવાનું દર્શાવી માર્ચ મહિના 2021 માં સ્થાપિત કરી હતી. જેમાં પાવર બેંક એપ દ્વારા સામાન્ય જનતાને ઉંચા વળતર વાયદો કરી પૈસા મેળવી સરકાર સાથે છેતરપિંડી કરતા હતા. ત્યારે ROC બન્ને અલગ અલગ કંપનીઓ નામથી ફરિયાદ નોંધાવી છે. જોકે આ રીતની કંપનીઓ દ્વારા આર્થિક નાણાકીય ફાયદો મેળવવા માટે કોઈને પણ ડાયરેક્ટર બનાવી દઈ સરકારને આપવામાં આવતા ટેક્સ કે અન્ય ખર્ચમાં નુકશાન બતાવી સરકાર સાથે છેતરપીંડી કરતા હોય છે. ત્યારે જોવાનું રહ્યું કે, સુરતનો રીક્ષા ચાલક અને તેની પત્નીને ડાયરેકટર બનાવમાં કોનો હાથ છે. જે દંપતી પકડાયા બાદ અનેક ખુલાસા થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news