પતિએ નેપાળી પત્નીને કહ્યું, તને પૂજા કરતા જ નથી આવડતું, એક ખાસ પૂજા શિખવાડવાની છે અને...

શહેર કાપોદ્રા વિસ્તારમાં નેપાળી મહિલા હત્યા કેસમાં આખરે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાને ઝડપી પાડ્યો હતો. આ હત્યારો બીજો કોઈ નહિ પરંતુ મૃતકનો પતિ જ નીકળ્યો હતો. મૃતક પોતાના નામ પર મિલકત લેવા માટે દબાણ કરતી હતી. જેનાથી કંટાળી જઇ મૃતકના પતિએ સવારે જ પત્ની પૂજામાં બેઠી હતી, ત્યારે જ તેનું ગળું કાપી હત્યા કરી નાખી હતી.

પતિએ નેપાળી પત્નીને કહ્યું, તને પૂજા કરતા જ નથી આવડતું, એક ખાસ પૂજા શિખવાડવાની છે અને...

સુરત: શહેર કાપોદ્રા વિસ્તારમાં નેપાળી મહિલા હત્યા કેસમાં આખરે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાને ઝડપી પાડ્યો હતો. આ હત્યારો બીજો કોઈ નહિ પરંતુ મૃતકનો પતિ જ નીકળ્યો હતો. મૃતક પોતાના નામ પર મિલકત લેવા માટે દબાણ કરતી હતી. જેનાથી કંટાળી જઇ મૃતકના પતિએ સવારે જ પત્ની પૂજામાં બેઠી હતી, ત્યારે જ તેનું ગળું કાપી હત્યા કરી નાખી હતી.

મૂળ મહેસાણાનો વતની પ્રકાશ રણછોડભાઈ પટેલ બે વર્ષથી મૂળ નેપાળની સ્નેહલતા સાથે લીવ ઈન રીલેશનશીપમાં કાપોદ્રાની ગૌતમ પાર્ક સોસાયટી મકાન નં.158 ના પહેલા માળે તેમની એક વર્ષની પુત્રી સાથે રહે છે. લાલ દરવાજા ખાતે ઝેરોક્ષની દુકાન ધરાવતો પ્રકાશ રોજ સવારે ટિફિન લઈ જતો હતો. બપોરે સ્નેહલતા સાથે વિડીયો કોલ પર વાત કરતો હતો. આજે બપોરે સ્નેહલતાનો ફોન નહીં આવતા તેણે ફોન કર્યો હતો. પણ ફોન નહીં ઉંચકતા તેણે પાડોશીને જાણ કરતા તે ઘરે ગયો ત્યારે બહારથી દરવાજાને આગળો માર્યો હતો. 

No description available.
(પત્નીની હત્યા કરનારા આરોપી)

આગળો ખોલી તે ઘરમાં ગયો તો રસોડામાં સ્નેહલતાની લાશ લોહીના ખાબોચીયામાં હતી. નજીકમાં તેની એક વર્ષની પુત્રી લોહીવાળા કપડામાં રમતી હતી. પાડોશીએ તરત પ્રકાશને જાણ કરતા તે દોડી આવ્યો હતો. બનાવની જાણ થતા કાપોદ્રા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. સ્નેહલતાને ગળા પર છરી ફેરવી હત્યા કરવામાં આવી હતી. 

જોકે, પોલીસને સ્થળ પરથી મળેલા કેટલાક પુરાવાને પગલે પ્રકાશ પર જ શંકા જતા તેને ઉલટતપાસ માટે પોલીસ સ્ટેશન લઈ જઈ પુછપરછ શરૂ કરી હતી. ઉલટ તપાસ દરમિયાન પ્રકાશ પડી ભાગ્યો હતો અને તેમે જ હત્યા કરી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. મૃતક છેલ્લા કેટલાક સમયથી પોતાના નામે પ્રોપટી ખરીદવા માટે કમલેશ પર દબાણ કરતી હતી. આ વાતને લઈ ને અગાઉ બન્ને વરચે બોલાચાલી પણ થઈ હતી. હત્યાના દિવસે જ્યારે મૃતક પૂજા કરી રહી હતી. અચાનક પાછળથી આવી તેનું ગળું કાપી હત્યા કરી ભાગી છૂટ્યો હતો. હાલ આ બનાવમાં કાપોદ્રા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news