જાફરાબાદમાં બે કલાકમાં ત્રણ ઈંચ, આજે રાજ્યના 31 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ


સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે. ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના અનેક તાલુકામાં સારો વરસાદ પડ્યો છે. સાંજે 6 કલાક સુધીમાં રાજ્યના કુલ 31 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

 જાફરાબાદમાં બે કલાકમાં ત્રણ ઈંચ, આજે રાજ્યના 31 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ

ગાંધીનગરઃ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આજે સાંજે 6 કલાક સુધીમાં રાજ્યના 149 તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. અમરેલી જિલ્લાના જાફરાબાદમાં સાંજે 4થી 6 કલાક એટલે કે માત્ર બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. અમરેલી શહેરમાં દોઢ ઇંચ, સાવરકુંડલામાં એક ઈંચ, અને રાજુલામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢના માણાવદરમાં બે કલાકમાં બે ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. વલસાડમાં પણ બે ઈંચ વરસાદ થયો છે. 

જો રાજ્યમાં અન્ય જગ્યાએ વરસાદની વાત કરવામાં આવે તો આણંદના તારાપુરમાં આજે ત્રણ ઈંચ જેટલો વરસાદ થયો છે. જૂનાગઢના માંગરોળમાં પણ આજે બે ઈંચથી વધુ વરસાદ થયો છે. ભાવનગર શહેરમાં દિવસમાં બે ઈંચ અને મહુવામા પણ બે ઈંચ વરસાદ થયો છે. નવસારીના વાસંદામાં સાંજે છ કલાક સુધી દોઢ ઈંચ વરસાદ થયો છે. 

બોટાદમાં પણ વરસાદ
સમગ્ર પંથકમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ધોળા દિવસે રાત જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લા સહિત ગઢડા, બરવાળા સહિત પંથકમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. ગઢડા, રણીયાળા, માંડવધાર, ગોરડકા, બરવાળા, રોજીદ, રામપરા, ભીમનાથ, પોલારપુર, બેલા, કુંડળ, ટીંબલા સહિતનાઆસપાસના તમામ ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ આવતાની સાથે પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખેડૂતોના પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

સાંજે 6 કલાક સુધી રાજ્યના 31 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે. ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના અનેક તાલુકામાં સારો વરસાદ પડ્યો છે. સાંજે 6 કલાક સુધીમાં રાજ્યના કુલ 31 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. તો આજે કુલ રાજ્યના 149 તાલુકામાં મેઘરાજાની પધરામણી થઈ છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news