ચાઈનીસ દોરાથી ગળુ કપાતા બચાવવું હોય તો અત્યારથી જ શરૂ કરી દો આ ઉપાય

ટલાક લોકો કાયદાની વિરુદ્ધ દોરા ખરીદીને તેને ઉડાવતા હશે, અને વાહન ચલાવતા જો તમે આ જીવલેણ દોરાના સિકંજામાં આવ્યા તો તમારે શું કરવું એ ટિપ્સ મનમાં ગાંઠ વાળીને યાદ રાખી લેજો.

ચાઈનીસ દોરાથી ગળુ કપાતા બચાવવું હોય તો અત્યારથી જ શરૂ કરી દો આ ઉપાય

ગુજરાત : ઊત્તરાયણનો તહેવાર હવે સાવ નજીક છે, ત્યારે લોકોએ પતંગ-દોરા ખરીદવાનું પણ પ્લાનિંગ બનાવી લીધું હશે. આજે નવુ વર્ષ છે, તો આ વર્ષે એક સંકલ્પ જરૂર કરજો કે, પતંગ બજારમાંથી તમે ચાઈનીસ દોરા અને તુક્કલ નહિ ખરીદો. કારણ કે, તમે ચાઈનીસ દોરાથી હોંશેહોંશે જે પતંગ ઉડાવો છે, તેનાથી કોઈની જિંદગી ઉડી જાય છે. ગઈકાલે જ ચાઈનીસ દોરાથી મોતનો પહેલો બનાવ બન્યો છે, અને 22 વર્ષીય યુવકનું અમદાવાદમાં ચાઈનીસ દોરાથી ગળુ કપાઈને મોત નિપજ્યું હતું. પણ, જો તેમ છતાં કેટલાક લોકો કાયદાની વિરુદ્ધ દોરા ખરીદીને તેને ઉડાવતા હશે, અને વાહન ચલાવતા જો તમે આ જીવલેણ દોરાના સિકંજામાં આવ્યા તો તમારે શું કરવું એ ટિપ્સ મનમાં ગાંઠ વાળીને યાદ રાખી લેજો.

  •  વાહન ચલાવો તો પૂરતી સુરક્ષા રાખો. ગળે મફલર કે રૂમાલ વીંટાળો. યુવતીઓ માટે આવા દિવસોમાં દુપટ્ટા આર્શીવાદરૂપ બની જતા હોય છે. ત્યારે પુરુષો પણ ગળાને બાંધીને વાહન ચલાવે.
  •  ગળુ અને નાક બિલકુલ ખુલ્લુ ન રાખો. બને ત્યા સુધી આખુ મોઢુ ઢાંકીને નીકળવું
  •  અનેક ટુ-વ્હીલર ચાલકો નાના બાળકોને આગળ ઉભા રાખીને વાહનો ચલાવે છે, ત્યારે ઊત્તરાયણ નજીક આવે એટલે નાના બાળકને બાઇક આગળ બિલકૂલ ન બેસાડો. તેમને પાછળ બેસાડો. તેમને પણ મોઢુ અને ગળુ દુપટ્ટાથી ઢાંકીને બેસાડો.
  •  બ્રિજ પરથી પસાર થતાં ખાસ સાવચેતી રાખો. બ્રિજનું લેવલ અગાશીઓને પેરેલલ હોવાથી બ્રિજ પાસેથી દોરા પસાર થવાની પૂરેપૂરી શક્યતાઓ હોય છે. તેથી બ્રિજ પર ગાડી સ્લો હાંકવી.
  •  શહેરમાં વાહનની સ્પીડ બને એટલી ઓછી રાખો. ઝડપી વાહનમાં જો દોરો પાસેથી પસાર થાય તો તે વધુ જીવલેણ સાબિત થઈ શકે છે. 

પિયક્કડોને પકડવામાં ગુજરાત પોલીસ બની ‘સિમ્બા’, 31મીએ ખૂણે ખૂણેથી પકડ્યા નશેડીઓને...

ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન તો તમે કરો, ન તમારા સ્વજનોને કરવા દો. ચાઇનીઝ દોરી છે પ્રતિબંધિત તેથી ઉપયોગ ન કરવો. માત્ર મનુષ્ય જ નહિ, પક્ષી પર પણ આ જીવલેણ દોરાનો ખતરો મંડરાય છે. માણસોને તો ક્યાંય હોસ્પિટલની સારવાર મળી જાય છે, પણ આ દોરામાં ફસાઈને પક્ષીઓ ક્યાંક તાર પર તો ક્યાંક વૃક્ષો પર લટકતા જોવા મળે છે. ત્યારે તમારી બે ઘડીની મજા કોઇના માટે સજા ન બની જાય તે ખાસ યાદ રાખજો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news