સંબંઘ બાંધવાની ના પાડતા યુવક મિત્ર સાથે મળીને કિશોરીના કપડા કાઢવા લાગ્યો અને...

આણંદમાં બે સગીર યુવકોએ કિશોરી પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં કિશોરીએ વિરોધ નોંધાવતા તેની પણ હિંસક હુમલો કર્યા બાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જો કે, ઈજાગ્રસ્ત કિશોરીને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખેસડવામાં આવી હતી

સંબંઘ બાંધવાની ના પાડતા યુવક મિત્ર સાથે મળીને કિશોરીના કપડા કાઢવા લાગ્યો અને...

ઝી મીડિયા બ્યુરો: આણંદમાં બે સગીર યુવકોએ કિશોરી પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં કિશોરીએ વિરોધ નોંધાવતા તેની પણ હિંસક હુમલો કર્યા બાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જો કે, ઈજાગ્રસ્ત કિશોરીને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખેસડવામાં આવી હતી. જ્યાં સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવતા આણંદ પોલીસે બંને સગીર યુવકની ધરપકડ કરી અને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કર્યા છે.

મળતી માહિતી મુજબ આણંદના પૂર્વ વિસ્તારમાં રહેતી 14 વર્ષીય કિશોરી સોશિયલ મીડિયા થકી 100 ફૂટ રોડ સ્થિત રહેતા એક 15 વર્ષીય સગીરના સંપર્કમાં આવી હતી. જો કે, શનિવારે સવારે સગીર યુવકે મેસેજ કરી કિશોરીને મળવા બોલાવી હતી. ત્યારબાદ કિશોરી યુવકને મળવા ઘરની બહાર નીકળી હતી. જ્યાં સગીર યુવક તેના મિત્ર સાથે બાઈક લઇને ઉભો હતો. ત્યારબાદ સગીર યુવકે ફરવા જઈએ તેમ કહી કિશોરીને બાઈક પર બેસાડી અને વસો ખાતે એક કોમ્પલેક્ષમાં કિશોરીને લઈ ગયો હતો.

જ્યાં 15 વર્ષીય સગીર યુવકે કિશોરી સાથે શારીરિક અડપલા કર્યા અને તેની સાથે સંબંધ બાંધવા કહ્યું હતું. પરંતુ કિશોરીએ ના પાડી દીધી હતી. જો કે, સગીર યુવક સાથે આવેલા તેના મિત્રએ કિશોરીના પગ પકડ્યા અને બંનેએ ભેગા થઈને સગીરાના કપડાં કાઢવા લાગ્યા હતા. દરમિયાન કિશોરીએ બુમાબૂમ શરૂ કરી હતી. જેથી ઉશ્કેરાયેલા સગીર યુવકે બાજુમાં પડેલા બ્લોક વડે કિશોરીના માથા પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ તુટેલી ટાઈલ્સનો ટુકડો સગીરાના ગળામાં મારી દીધો હતો.

જો કે, ત્યારબાદ બંને શખ્સો ત્યાંથી બાઈક લઈને ફરાર થઈ ગયા હતા. લોહીલુહાણમાં સગીરાએ મદદ માટે બુમો પાડતા કોમ્પલેક્ષમાં હાજર એક વોચમેન ત્યાં દોડી આવ્યો હતો. જે બાદ વોચમેને સગીરાના પિતાને ફોન કરી જાણ કરી હતી. પરિવારને જાણ થતા તેઓ સગીરા પાસે દોડી આવ્યા હતા અને ત્યારબાદ સગીરાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, ધોરણ 10 માં અભ્યાસ કરતો કિશોર કામ છે, તારૂં બાઈક આપ તેમ કહીને મિત્રનું બાઈક લઈ આવ્યો હતો. ત્યારબાદ તે અને તેનો ધોરણ 11 માં અભ્યાસ કરતો મિત્ર બંને જણાં બાઈક લઈને સગીરાના ઘર પાસે પહોંચ્યા હતા. જ્યાં યુવતીને બંને વચ્ચે બાઈક પર બેસાડીને લઈ ગયા હતા.

જેમાં મિત્ર મોંઢે બુકાની બાંધીને બાઈક હકારતો હતો. જ્યારે વચ્ચે સગીરા બેઠી હતી અને તેની પાછળ કિશોર બેઠો હતો. ગંભીર રીતે ઘવાયેલી સગીરાની માતાએ જણાવ્યું હતું કે, બંને શખ્સો મારી દીકરીને જબરદસ્તીથી બાઈક પર લઈ ગયા હતા. અમને સમગ્ર બનાવની જાણ જ્યારે સિક્યોરીટી ગાર્ડે ફોન કર્યો ત્યારે થઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news