Gujarat Assembly Election: વહેલી ચૂંટણી યોજાવાની વાત પર મુખ્યમંત્રીનું મોટું નિવેદન, જાણો ક્યારે યોજાશે ચૂંટણી?

ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાવવાને લઇને છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. પરંતુ આજે રાજપીપળા ખાતે પહોંચેલા સીએમ વિજય રૂપાણીએ સમય કરતાં વહેલી ચૂંટણી યોજાવવાની હોવાની વાતને લઇને એક મોટું નિવેદન આપ્યું હતું

Gujarat Assembly Election: વહેલી ચૂંટણી યોજાવાની વાત પર મુખ્યમંત્રીનું મોટું નિવેદન, જાણો ક્યારે યોજાશે ચૂંટણી?

જયેશ દોશી, નર્મદા: ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાવવાને લઇને છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. પરંતુ આજે રાજપીપળા ખાતે પહોંચેલા સીએમ વિજય રૂપાણીએ સમય કરતાં વહેલી ચૂંટણી યોજાવવાની હોવાની વાતને લઇને એક મોટું નિવેદન આપ્યું હતું અને તમામ અટકળોનો અંત આણ્યો હતો. રાજ્યના વહેલી ચૂંટણી અંગે CM ખુલાસો કર્યો હતો કે ચૂંટણી સમયસર જ યોજાશે. ઉત્તર પ્રદેશની ચૂંટણી સાથે રાજ્યને કોઇ લેવાદેવા નથી.

— Zee 24 Kalak (@Zee24Kalak) August 9, 2021

આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી અમરેલીમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં મોતને ભેટેલા આઠ લોકોના મૃત્યું અંગે સંવેદના વ્યક્ત કરતાં કહ્યું હતું કે આજે અમરેલી વિસ્તારમાં દુખદ ઘટના બની છે. તમામ મૃતકોને ચાર લાખ સહાય આપવા અંગેની પણ જાહેરાત કરી હતી. આજથી શરૂ થતાં શ્રાવણ માસની મુખ્યમંત્રીએ શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત ત્રીજી વેવની સંભાવનાને લઈ નિયમોના પાલન સાથે તહેવારની ઉજવણી માટે અપીલ કરી હતી. બીજી લહેરને આપણે પાર કરી,પરંતુ ત્રીજી લહેર ન આવે તે તકેદારી ખૂબ જ જરૂરી છે. તહેવારોની શાંતિપૂર્વક ઉજવણી જોઇએ. 

તેમણે ડોક્ટોરોની હડતાળ અને કોંગ્રેસના વિરોધ પ્રદર્શન વિશે પણ કહ્યું હતું. તેમણે કોંગ્રેસના વિરોધને પ્રદર્શનને લઇને કહ્યું હતું કે રાજ્ય સરકાર ઉજવણી કરે છે, કોંગ્રેસ વિરોધ કરે છે. આજે વિશ્વ આદિવાસી દિન નિમિતે કોંગ્રેસ આદિવાસીઓ વિરોધ કરે છે. કોંગ્રેસ ફક્ત મીડિયામાં દેખાય છે. ડોક્ટરોની હડતાળને લઇને તેમણે કહ્યું હતું કે અત્યારે કોરોનાના દર્દીઓ નથી. અત્યારે કોરોના નથી તો બોન્ડમાંથી મુક્તિ હોવી જોઇએ. કોરોના ન હોવાથી ડોક્ટરોએ નિયમોનું પાલન કરવું જોઇએ. તેમણે ડોક્ટરોને હડતાળ પાછી ખેંચવા માટે વિનંતી કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news