મોલ-મલ્ટીપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ લેવાની હાઈકોર્ટે આપી મંજૂરી

હાઈકોર્ટે આજે જણાવ્યું કે, પ્રથમ એક કલાક માટે પાર્કિંગ ફ્રી આપવું પડશે. 

મોલ-મલ્ટીપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ લેવાની હાઈકોર્ટે આપી મંજૂરી

અમદાવાદઃ શહેરમાં છેલ્લા બે મહિનાથી પોલીટ દ્વારા ટ્રાફિક અને દબાણ હટાવો ડ્રાઇવ ચાલી રહી છે. રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યાને લઈને હાઈકોર્ટે આકરૂ વલણ દાખવ્યા બાદ પોલીસ એક્શનમાં આવી હતી. ત્યારબાદ કોર્પોરેશને પણ ઘણી જગ્યાએ પાર્ટિંક પ્લોટ પણ બનાવ્યા છે. થોડા સમય પહેલા મોલ અને મલ્ટીપ્લેક્સમાં પણ પાર્કિંગ ફ્રી કરવામાં આવ્યું હતું. પરંતુ હવે હાઈકોર્ટે મોલ અને મલ્ટીપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ વસુલ કરવાની મંજૂરી આપી દીધી છે. 

હાઈકોર્ટે આજે જણાવ્યું કે, પ્રથમ એક કલાક માટે પાર્કિંગ ફ્રી આપવું પડશે અને ત્યારબાદ ચાર્જ વસુલ કરી શકશે. એક કલાક બાદ ટુ-વ્હીલર માટે રૂપિયા 20 અને ફોર વ્હીલર માટે રૂપિયા 30 પાર્કિંગ ચાર્જ આપવો પડશે. હાઈકોર્ટે આ મહત્તમ ચાર્જ નક્કી કર્યો છે. 

હાઈકોર્ટે કહ્યું કે, સરકારને જરૂરી લાગે તો કાયદો બનાવી પાર્કિંગ ચાર્જ પર પ્રતિબંધ લગાવી શકે છે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે યોગ્ય પગલાં ભરવા જરૂરી છે. હાઈકોર્ટે કહ્યું કે, આ માત્ર સરકારની નહીં નાગરિકોની પણ ફરજ છે. સરકાર પાર્કિંગ પોલિસી બનાવે તે હિતાવક છે. 

હાઇકોર્ટના આદેશ બાદ પ્રતિક્રિયા આપતા મલ્ટીપ્લેક્ષ ઓનર્સ ઓસોસિએશન જણાવ્યું કે હાઇકોર્ટના આદેશ પછી તેમના ખર્ચમાં વધારો થશે. કારણ કે આદેશ પ્રમાણે હવે ડિજિટલ પાર્કિંગ વ્યવસ્થા કરવી પડશે. આ માટે વધારાનો ખર્ચ કરવો પડશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news