આ એક વાનગી ખાવા દક્ષિણ ગુજરાતના હાઈવે પર લાગે છે લાંબી લાઈનો

 દક્ષિણ ગુજરાતમાં ઠંડીની શરૂઆત થતા જ  એક વિશેષ વાનગીની પણ શરૂઆત થઇ જાય છે. એ છે ઉબાડિયું। ઠંડા વાતાવરણમાં ઉબાડિયું ખાવાની મજા જ કંઈ ઔર હોય છે. એનું કારણ સુસવાટા મારતી ઠંડી અને શરીરને નુકસાન ન પહોંચાડે એવું સરસ આ વ્યંજન એક વાર ખાવાનું શરૂ કરશો તો અટકશો નહિ। આવો નિહાળીએ કેવી રીતે બને છે આ ઉબાડિયું। અને કેમ એ છે સ્વાથ્ય માટે પણ સારું. 

આ એક વાનગી ખાવા દક્ષિણ ગુજરાતના હાઈવે પર લાગે છે લાંબી લાઈનો

જય પટેલ/વલસાડ : દક્ષિણ ગુજરાતમાં ઠંડીની શરૂઆત થતા જ  એક વિશેષ વાનગીની પણ શરૂઆત થઇ જાય છે. એ છે ઉબાડિયું। ઠંડા વાતાવરણમાં ઉબાડિયું ખાવાની મજા જ કંઈ ઔર હોય છે. એનું કારણ સુસવાટા મારતી ઠંડી અને શરીરને નુકસાન ન પહોંચાડે એવું સરસ આ વ્યંજન એક વાર ખાવાનું શરૂ કરશો તો અટકશો નહિ। આવો નિહાળીએ કેવી રીતે બને છે આ ઉબાડિયું। અને કેમ એ છે સ્વાથ્ય માટે પણ સારું. 

ગુજરાતમાં ઠંડી, જુઓ તમારા શહેરમાં કેટલી ડિગ્રી પારો પહોંચ્યો

નેશનલ હાઈવે 48 પર વલસાડમાં ઠંડી પૂરજોશમાં દેખાઈ રહી છે. ઉબાડીયાની મોસમ, ઠેર ઠેર ઉભા થયેલ ઉબાડીયાનાં સ્ટોલ લોકો માટે આવકનું સાધન તો છે જ પણ હાઈવેનાં મુસાફરો માટે એક વિશેષ ચટાકેદાર વાનગી ખાવાનો મોકો છે. ઉબાડિયું ખૂબ પ્રાચીન પધ્ધતિથી બને છે અને આજનાં યુગમાં વપરાતા ઓવેન કે ગેસ પર આ ઉબાડિયું બની નથી શકતું. તેની વિશેષતા એ છે કે, તેમાં વપરાતા ઔષધો અને મસાલા સામાન્ય રીતે દાદીમાનાં નુસ્ખા તરીકે વપરાતી વનસ્પતિનો ભરપૂર ઉપયોગ થાય છે. આ સાથે કલાર, કંબોઈ, અજમો અને વિવિધ પાલાઓના ઉપયોગથી આ ઉબાડીયું તૈયાર થાય છે. 

Umbadiyu.jpg

આ તમામ શાક ખાવાથી શરીરને ફાયદો થાય છે. માટલામાં તમામ સામગ્રી જેવી કે કંદ, બટાકા, સૂરણ, અને કતારગામ અથવા વાલોડ પાપડીથી ભરી દેવામાં આવે છે અને પછી એને ઉંબાડવામાં આવે છે. એટલે જ એને ઉંબાડિયું કહેવાય છે. આગની ગરમીથી બનતા આ ઉંબાડિયાની ખાસિયત એ છે કે, તીખા મસાલા અંદર મુકેલ સામગ્રીમાં ધુમાડાનાં સ્વરૂપમાં જાય છે અને એનો ટેસ્ટ ખૂબ અનોખો હોઈ છે. ઉંબાડિયામાં અનેક ઔષધિય શાકભાજી હોવાથી તે શરીરને જરા પણ નુકસાન પહોંચાડાતી નથી .

Photos: કચ્છના સફેદ રણમાં આ એક વસ્તુ જોઈને મલકાઈ ઉઠ્યું રાષ્ટ્રપતિ કોવિંદનું મુખ

ઉંબાડિયુ વેચનાર વેપારી બાબુભાઇ પટેલનું કહેવું છે કે, આજના યુગમાં હાઈવે પર સફર કરતા લોકો કે યુવા વર્ગ આમ તો જંક ફૂડ માટે ઘેલું છે પરંતુ જેવી ઉંબાડીયાની મોસમ આવે છે. દક્ષિણ ગુજરાતીઓમાં આ ફુડ પ્રિય છે. કારણ કે, ચટણી અને ચાની ચૂસકી સાથે ઉબાડિયું અતિ સ્વાદિષ્ટ થઇ જાય છે .સુરતથી મુંબઈ કે ગુજરાતમાં આવતા લોકો ઉબાડીયાનો ટેસ્ટ માણવાનો ચૂકતા નથી. 

Umbadiyu3.jpg

આ ઉંબાડિયું જે રીતે બને છે અને એમાં કલાર અને કમ્બોઇ વપરાય છે, જે આ ઉંબાડીયાને અનેરો સ્વાદ આપે છે. સાથે જ તેમાં વપરાતી અન્ય સામગ્રી પણ સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. ખૂબ ઓછા તેલમાં બનતી આ વાનગીમાં ઘણી વાઈડી વસ્તુઓ (શરીરમાં વાયુ પેદા કરે તેવી વસ્તુઓ) પણ છે, પણ એનું મારણ પણ એ જ વાનગીમાં છે. 

Photos: શું છે ‘ચિલ્લઈ કલા’, જેના 40 દિવસમાં કાશ્મીર ઠરીનું ઠીકરું થઈ જાય છે

તો ઠંડીની શરૂઆત સાથે જો વલસાડ જિલ્લામાંથી તમે પસાર થાઓ તો, ઉંબાડિયું ખાવાનું ચૂકશો નહિ. કારણ કે, આ દેશી વાનગી એક વાર ચાખશો તો વારંવાર તમને તેનું ઘેલું લગાડશે।
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news