ચોંકાવનારો ખુલાસો! સગા બનેવીને પતાવી દેવા એવો પ્લાન બનાવ્યો કે પોલીસ પણ ચકરાવે ચઢી!

પોલીસની કડક પુછપરછમાં સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો છે. જેમાં આ પકડાયેલા અમનકુમારે પોલીસ સમક્ષ જણાવેલ કે, તેની બે પૈકી એક બેન શીલ્પીના લગ્ન દિલ્હી ખાતે થયા હતા. લગ્ન ફળ રૂપે એ પુત્ર જન્મ થયો હતો.

ચોંકાવનારો ખુલાસો! સગા બનેવીને પતાવી દેવા એવો પ્લાન બનાવ્યો કે પોલીસ પણ ચકરાવે ચઢી!

નચિકેત મહેતા/ખેડા: જિલ્લામાં સેવાલીયા પોલીસના મહારાજના મુવાડા ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ દરમિયાન ઘાતક હથિયારો સાથે 4 ઈસમોને પકડી લેવાના મામલે પુછપરછ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમા પકડાયેલા પૈકી એકે પોલીસ સમક્ષ જણાવ્યું કે, પોતની બહેનને હેરાન કરતા બનેવીને મોતને ઘાટ ઉતારી દેવાના માસ્ટર પ્લાન હતો. આ મામલે પોલીસે તમામ આરોનીઓના 14 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા છે.

જિલ્લા પોલીસ જન્માષ્ટમીનો પર્વ હોય ખાસ વહન ચેકિંગ ઝુંબેશમાં હતા. આ દરમિયાન સેવાલીયા મહરાજના મુવાડા નવી ચેક પોસ્ટ ઉપર વાહન ચેક કરવામાં આવતા આ વખતે ગોધરા તરફથી એક સફેદ કલરની અટીકા ગાડી આવતાાં પોલીસે તેને ચેક કરવા માટે સાઈડમાં ઊભી રાખવી હતી. તેમા કુલ છ ઇસમો બેઠેલ હતા, જેમાંથી બે ભાગી ચૂક્યા હતા અને ચારને પોલીસે પકડી પાડ્યા હતા. પકડાયેલા ઇસમો પાસેથી એક-એક કાળા કલરના કવરમાાં છરા તથા એક ઇસમના જેકેટના ખિસામાંથી બે છરાવાળા કારતુસ મળી આવ્યા હતા.

પકડાયેલા આરોપી રાજ દેવીપ્રસાદ મિશ્રા રહે. 2/124 ગંગાનગર, કોટરા સુલતાનાબાદ, એસ.એસ.ટી.નગર, ભોપાલ, મધ્યપ્રદેશ, ચન્દ્રકાંત ઉમેશ સોલંકી રહે. એસ.ટી.ટી.નગર, એલ.આઇ.જી. 232, ભોપાલ, મધ્યપ્રદેશ, અમનકુમારસિહ અર્જુનસિંહ સેથવાર રહે. હાઉસ નં.બી/75, બરફાની ધામ, બાગ સેવનીયા, ભોપાલ, મધ્યપ્રદેશ, મુળ રહે. છપરા ભગત, પોસ્ટ શહબાઝપુર જી.કુશીનગર, ઉત્તરપ્રદેશ, વીરસીંગ સ/ઓ ખિલાનીંગ ડાંગી રહે. મકાન નં.111, વિજયનગર, લાલધાર્ટી, ભોપાલ, મધ્યપ્રદેશ, મુળ રહે.બિદીશા તા.બિંદીશા જી.ભોપાલ મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. જ્યારે ફરાર થયેલા ઈસમો સૌરભ સોલંકી રહે. કુમરાજ જી. ગુના મધ્યપ્રદેશ (નાસી ગયેલ જે પકડવાનો બાકી) અને દેબુ જેનુ સાચુ અને પુરૂ નામ-ઠામ ખબર નથી (નાસી ગયેલ જે પકડવાનો બાકી)નો સમાવેશ થાય છે.

પોલીસની કડક પુછપરછમાં સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો છે. જેમાં આ પકડાયેલા અમનકુમારે પોલીસ સમક્ષ જણાવેલ કે, તેની બે પૈકી એક બેન શીલ્પીના લગ્ન દિલ્હી ખાતે થયા હતા. લગ્ન ફળ રૂપે એ પુત્ર જન્મ થયો હતો ત્યારબાદ છુટાકુડા લીધેલ અને પોતાનો દિકરો તેના પ્રથમ પતિ સાથે દિલ્હી ખાતે રહે છે. ત્યાર પછી તેણે અજીતસિંહ ચૌહાણ (રહે. મુળ અલીગઢ યુ.પી હાલ ગુજરાતના ગાંધીધામ) સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ અજીતસિંહે પણ શિલ્પી સાથે બીજા લગ્ન હતા અને પ્રથમ લગ્નથી તેને એક દિકરો હોય જે તેની પહેલી પત્ની સાથે અલગ રહે છે. આ અજીતસિંહ પોતાની પત્ની શિલ્પીથી છાનીછુપી રીતે પોતાના દિકરાને મળવા જતો હોય જે બાબતે બન્ને વચ્ચે અવાર નવાર ઝગડા કંકાસ થતા હતા અને અજીતસિંહ શિલ્પીને મારજુડ કરતો હતો.

આ વાત શિલ્પીએ પોતાના ભાઇ અમનને જણાવી હતી અને બનેવી અજીતસીંહ તેની બહેનને મારજુડ કરતો હોવાનું તેને નજરો નજર જોયું હતું. જે અમનકુમારથી સહન થતું ન હતું બનેવીનો ત્રાસ બહેન પર ખૂબ જ વધી ગયો હતો. આજથી આશરે પાંચેક મહીના પહેલા અમને તેના મિત્ર ચંન્દ્રકાંત ઉમેશ સોલંકી તથા રાજ દેવીપ્રસાદ મિશ્રાનાઓએ બનેવી અજીતસિંહને પતાવી દેવાની વાત કરી હતી. ગત એપ્રીલ માસમાં આ ત્રણ લોકો ગાડી લઇ ગાંધીધામ ખાતે ગયેલ અને 3 દિવસ રોકાયેલ હતા.

રાજ દેવીપ્રસાદ તથા ચંદ્રકાંત સોલંકીએ આ બનેવી અજીતસિંહનો ફોટો વોટ્સએપથી એક્સીડન્ટ કરી મારવા માટે જણાવ્યું હતું પરંતુ તે પ્લાન સક્સેસ ન જતાં તેઓ પરત ભોપાલ આવી ગયા હતા. અને ત્યારબાદ અમન પોતાના બનેવીને મારવા માટે અલગ-અલગ પ્લાન બનાવતો હતો, ત્યારબાદ રક્ષાબંધન ઉપર પોતાના બનેવી અજીતસિંહ અમદાવાદ આવેલ હોય આરોપી અમનસિંહે પોતાના મિત્રો ચન્દ્રકાંત તથા રાજ દેવીપ્રસાદ નાઓને મળી અને અમદાવાદ ખાતે એક વ્યક્તિનું મર્ડર કરવા માટે રૂપિયા એક લાખમાં નક્કી કરેલ અને તે પેટે રૂપિયા પચાસ હજાર ચન્દ્રકાંતને એડવાન્સ આપેલ હતા.

5 સપ્ટેમ્બરના રોજ રાત્રે સાડા દસેક વાગે અમદાવાદ જવા નિકળેલ અને આરોપી ચન્દ્રકાંત સોલંકી તથા રાજ મિશ્રાનાઓ સૌરભ સોલંકી અને દેબુ નામના બીજા બે ઇસમોને લઇને નીકળ્યા હતા. ચંદ્રકાંતનાએ કાલાપાઠા મધ્યપ્રદેશ ખાતે રહેતા ગોલુ નામના ઇસમ પાસેથી એક દેશી બનાવટનો તમંચો તથા બે નંગ કારતુસ તથા ચાર નંગ છરા ખરીદેલ હતા. જોકે અમદાવાદ પહોંચે તે પહેલા જ સેવાલિયા નજીક આ લોકો પકડાઈ ગયા હતા. પોલીસે આ પકડયાએલા 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી આગામી 14 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news