G-20 માં ભારતને મળી મોટી સફળતા, ઘોષણાપત્ર મંજૂર પીએમ મોદીએ માન્યો આભાર

G20 Summit Delhi: પ્રગતિ મેદાનના ભારત મંડપમમાં આયોજીત જી-20 શિખર સંમેલનનું આયોજન થયું છે. તેમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન, બ્રિટનના પીએમ સહિત અનેક દેશોના વડાઓ ભાગ લઈ રહ્યાં છે. 
 

G-20 માં ભારતને મળી મોટી સફળતા, ઘોષણાપત્ર મંજૂર પીએમ મોદીએ માન્યો આભાર

નવી દિલ્હીઃ New Delhi G20 Leaders Summit Declaration: દિલ્હીના પ્રગતિ મેદાનમાં જી-20 શિખર સંમેલન ચાલી રહ્યું છે. સંમેલનના પ્રથમ દિવસે શનિવાર (9 સપ્ટેમ્બર) એ નવી દિલ્હી જી-20 ઘોષણાપત્રને મંજૂરી મળી ગઈ છે. સમિટના બીજા સેશનમાં પીએમ મોદીએ આ વિશે જાહેરાત કરતા જી-20 શેપરાઓ, મંત્રીઓ અને દરેક અધિકારીઓનો આભાર માન્યો છે. 

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ- એક ખુશખબર મળી છે કે અમારી ટીમના કઠિન પરિશ્રમ અને તમારા બધાના સહયોગથી જી-20 લીડર મિટના ડિક્લેરેશન પર સહમતિ બની છે. મારો પ્રસ્તાવ છે કે લીડર્સ ડિક્લેરેશનને પણ અપનાવવામાં આવે. હું પણ આ ડિક્લેરેશનને અપનાવવાની જાહેરાત કરુ છું.

— ANI (@ANI) September 9, 2023

આ મુદ્દા પર કેન્દ્રીત છે નવી દિલ્હી જી-20 ઘોષણાપત્ર
ઘોષણાપત્રને મંજૂરી મળવા પર જી-20 શેરપા અમિતાભ કાંતે એક્સ પર પોસ્ટ કરી લખ્યુ- નવી દિલ્હી જી-20 ઘોષણાપત્ર મજબૂત, ટકાઉ, સંતુલિત અને સમાવેશી વિકાસ, એસડીજી પર પ્રગતિમાં તેજી લાવવા, ગ્રીન વૃદ્ધિ કરાર, 21મી સદી માટે બહુપક્ષીય સંસ્થાન અને બહુપક્ષવાદને પુનર્જીવિત કરવા પર કેન્દ્રીત છે. 

પીએમની વૈશ્વિક જૈવ ઈંધણ ગઠબંધન પર જાહેરાત
આ દરમિયાન દીએમ મોદીએ વૈશ્વિક જૈવ ઈંધણ ગઠબંધનના શુભારંભની જાહેરાત કરી. પ્રધાનમંત્રીએ જી-20 શિખર સંમેલનમાં કહ્યું કે અમે વૈશ્વિક જૈવ ઈંધણ ગઠબંધન બનાવી રહ્યાં છીએ અને ભારત તમને બધાને આ પહેલમાં સામેલ થવા માટે આમંત્રિત કરે છે. ભારતે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણને 20 ટકા સુધી લાવવા માટે વૈશ્વિક સ્તર પર પહેલનો પ્રસ્તાવ આપ્યો છે. 

વિકસિત દેશોને કર્યું આહ્વાન
તેમણે કહ્યું કે ભારતે પર્યાવરણ અને જળવાયુ અવલોકન માટે જી-20 ઉપગ્રહ મિશન શરૂ કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. મારો પ્રસ્તાવ છે કે જી-20 દેશ ગ્રીન ક્રેડિટ પહેલ પર કામ કરવાનું શરૂ કરે. વિકસિત દેશ તેમાં ખુબ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news