સુરતમાં બેરોજગાર થયેલા લોકો PF ઉપાડવા મજબુર, દાવાની પતાવટ માટે ખાસ ખાસ વ્યવસ્થા કરાઇ

ગુજરાતમાં સૌથી વધારે શ્રમિક સુરતમાં રહે છે અને કોરોના વાયરસને કારણે તમામ લોકોની આર્થિક કમર તુટી ગઇ છે. તો કેટલાક લોકોની બચત પર સંકટ આવી પડ્યું છે. આ જ કારણો જ હવે લોકો સંકટ સમયે તેમની બચત મૂડી ઉપાડી રહ્યા છે. સરકારની ખાસ યોજના મુજબ સુરત રેન્જ EPFO એ 25,200 દાવાની પતાવટની પ્રક્રિયાને હાથ ધરવામાં આવી અને પીએફ ધારકોને 48.35 કરોડ આપવામાં આવ્યા.

સુરતમાં બેરોજગાર થયેલા લોકો PF ઉપાડવા મજબુર, દાવાની પતાવટ માટે ખાસ ખાસ વ્યવસ્થા કરાઇ

ચેતન પટેલ/સુરત: ગુજરાતમાં સૌથી વધારે શ્રમિક સુરતમાં રહે છે અને કોરોના વાયરસને કારણે તમામ લોકોની આર્થિક કમર તુટી ગઇ છે. તો કેટલાક લોકોની બચત પર સંકટ આવી પડ્યું છે. આ જ કારણો જ હવે લોકો સંકટ સમયે તેમની બચત મૂડી ઉપાડી રહ્યા છે. સરકારની ખાસ યોજના મુજબ સુરત રેન્જ EPFO એ 25,200 દાવાની પતાવટની પ્રક્રિયાને હાથ ધરવામાં આવી અને પીએફ ધારકોને 48.35 કરોડ આપવામાં આવ્યા.

પીએફ ધારકો પણ કોરોના સંકટ સમયે EPFOમાં તેમની બચત મૂડી ઉઠાવી રહ્યા છે. સુરત રેન્જ સુરત, તાપી, નવસારી અને  વલસાડ માંથી કચેરીનએ કોવિડ 19 ના 25,200 દાવાની પતાવટની પ્રક્રિયાને હાથ ધરવામાં આવી. તમામ ઓનલાઇન પ્રક્રિયાના કારણે ઝડપી પતાવટ થતા પીએફ ધારકોને રાહત મળી છે. માત્ર છ મહિનામાં પ્રોવિડન્ડ ફંડમાંથી કોવિડ ક્લેમ કરી પીએફ ધારકોએ 48.35 કરોડ રૂપિયા ઉપાડાયા છે. EPFO દ્વારા કોરોના સંકટ સમયે લોકોને તેમના પીએફ ફંડમાંથી પૈસા ઉપાડવામાં મુશ્કેલી ન પડે તે માટે તમામ પ્રયત્નો કરાઈ રહ્યા છે. પ્રક્રિયા ઝડપી બનાવવા માટે વિભાગે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ લોન્ચ કર્યું છે. જે દાવાની પતાવટની પ્રક્રિયાને ઝડપી બની રહી છે. લોકડાઉનના લીધે ઘણા નોકરીયાત લોકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં સરકારે લોકોને થઇ રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખતા પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવાની પરવાનગી આપી હતી. ત્યારબાદ લાખો લોકોએ પીએફ ઉપાડવા માટે ઇપીએફઓ પાસે ઓનલાઇન અને એપ પર અરજી કરવામાં આવી હતી.

કોવિડ 19 સિવાય અન્ય કારણો સર કરવામાં આવેલા 87600 દાવાઓ નો નિકાલ કરવામાં આવ્યા. જેના થકી આ પીએમ ધારકોને 310 કરોડ રૂપિયા આપવામાં આવ્યા.પીએફઓના વિભાગમાં કર્મચારીઓની મોટી અછત છે, તેમ છતાં અમે દાવાની પતાવટની કામગીરીમાં લેવાયેલો સરેરાશ સમય 10 દિવસથી ઘટાડીને 3 દિવસ કરી દીધો છે. તેમણે લોકડાઉન દરમિયાન અમે 50 ટકા કર્મચારીઓ સાથે સતત કામ કર્યું, પરંતુ દાવાની પતાવટમાં મોડું થવા દીધું નથી. માત્ર 72 જ કલાકમાં લોકોને ક્લેમની રકમ મળી જાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news