રસિકોને ઝટકો! કેસર કેરી મોડી અને મોંઘી આવશે : આંબાના આરામનો ખેલ બગડ્યો

Mango Crop Damage In December : કમોસમી વરસાદને કારણે ગીર સોમનાથનાં કેરીના ખેડૂતોની હાલત કફોડી બની છે. નવેમ્બરથી ડિસેમ્બરમાં આવતી કેરીનું 20 ટકા જ ફ્લાવરિંગ થતાં કેસર કેરી મોડી આવવાની સાથે મોંઘી મળશે એ અત્યારથી જ ફાયનલ થઈ ગયું છે. 
 

રસિકોને ઝટકો!  કેસર કેરી મોડી અને મોંઘી આવશે : આંબાના આરામનો ખેલ બગડ્યો

Gujarat Weather Forecast : ગુજરાત પર હાલ માવઠાનો માર પડી રહ્યો છે. કમોસમી વરસાદનો આ માર કેરીના પાક માટે નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે. આ કારણે કે કેરીના ખેડૂતોની હાલત કફોડી બની છે. કારણ કે, આ વર્ષે કમોસમી વરસાદને કારણે કેરી પર માત્ર 20 ટકા જ ફ્લાવરિંગ થયું છે. ત્યારે હવે તેની અસર ઉનાળામાં આવતી કેરી પર જોવા મળશે. એટલુ જ નહિ, ઓછા પાક થશે તો કેરીનો સ્વાદ ચાખવો મોંઘો પણ પડશે. 

કેરીને પાકવા માટે નવેમ્બર-ડિસેમ્બર મહિનો બહુ જ જરૂરી 
રાજ્યમાં ઉત્પાદિત થતી ૧૦ લાખ ટન કેરીમાંથી ૨૫ ટકા કેરીનો મોર નવેમ્બર-ડિસેમ્બરમાં બંધાતો હોય છે, પરંતુ આ વચ્ચે જ વારંવાર માવઠા આવી રહ્યાં છે. હાલ આંબા આરામની સ્થિતિમાં ન જતા હવે મોર બંધાવાની પ્રક્રિયા જાન્યુઆરી સુધી ખેંચાઈ જશે. જેની સીધી અસર કેરીના પાક પર પડશે. જેથી આ વર્ષે મોડી આવવાના સંજોગો સર્જાયા છે. સૌરાષ્ટ્રમાં આંબાના વિસ્તાર ગણાતા ધારી, ગીર અને વંથલી પંથકમાં માવઠાની અસરથી કેસર કેરીને સૌથી મોટો ફટકો પડશે તેવુ લાગી રહ્યું છે. 

સમજો કેરી પાકવાના ગણિતને
શિયાળાની શરૃઆત છતાં ઠંડીનું ઓછું પ્રમાણ પાકને સીધી અસર પહોંચાડી રહ્યું છે. ઉપરથી કમોસમી વરસાદ આવી ગયો છે. રાજ્યમાં સૌથી વધુ આંબાવાડિયા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છે. સૌરાષ્ટ્રમાં કેસર અને દક્ષિણ ગુજરાતની આફૂસ કેરીની મહેક દુનિયાભરમાં પ્રખ્યાત છે. આંબા પર મોર ત્રણ અલગ અલગ સ્ટેજે બંધાતો હોય છે. કૃષિ નિષ્ણાતો મોર બંધાવાના સ્ટેજ અને હવામાનને આધારે કેરીના ઉત્પાદન અને કેરીના સમયની આગાહી કરતા હોય છે. રાજ્યમાં નવેમ્બર- ડિસેમ્બરમાં કુલ ઉત્પાદિત થતી ૩૦ ટકા કેરીનો મોર બંધાય છે. ચોમાસા બાદ આંબો આરામની અવસ્થામાં ગયા બાદ મોરની પ્રક્રિયાનો આરંભ થાય છે. 

નવેમ્બર મહિનો બહુ જ જરૂરી
કેરીના ખેડૂતો માટે નવેમ્બર બાદનો સમયગાળો ઘણો જ અગત્યનો છે. આ સમયમાં ખેડૂતો સમસયર પિયત અને ખાતર આપે તો જ સારા ઉત્પાદનનો લાભ મેળવી શકે છે. આંબામાં રોગ-જીવાતનું પ્રમાણ પણ નવેમ્બર બાદ શરૂ થતું હોય છે. ઠંડીનું પ્રમાણ ઘટતાં આંબામાં સ્ટેજ ખોરવાઇ જાય છે. જેના પરિણામ થકી કેરીનું ઉત્પાદન થાય છે. 

આંબામાં ફ્લાવરિંગ સ્ટેજ મહત્ત્વનું 
ઉષ્ણ અને સમશીતોષ્ણ હવામાન ધરાવતા અને સમુદ્રની સપાટીથી ૬૦૦ મીટર સુધીની ઊંચાઈ ધરાવતા પ્રદેશોમાં આંબાની વેપારી ધોરણે ખેતી કરી શકાય છે. આંબાની ઘણીખરી જાતો ૭૫૦થી ૩૭૫૦ મિમી. વરસાદવાળા વિસ્તારમાં સારી રીતે ઊગી શકે છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદ અને ત્યારપછી ફેબ્રુઆરી માસ સુધી ભેજ વિનાનું સૂકું હવામાન આંબા પર મોર બેસવાની પ્રક્રિયામાં ઘણું જ ઉપયોગી છે. જો ઓક્ટોબરમાં મોડે સુધી વરસાદ ચાલુ રહે તો આંબામાં વાનસ્પતિક વૃદ્ધિ થયેલા આંબા પર મોર આવવાની પ્રક્રિયામાં વિક્ષેપ આવે છે. આંબા પર મોર આવતા સમયે શુષ્ક અને ઠંડું વાતાવરણ હોવું જોઇએ. આમ છતાં પુષ્પના ફલિનીકરણ માટે થોડું ઊંચું ઉષ્ણતામાન અને ફળના વિકાસના તબક્કામાં પૂરતી ગરમી મળવી જરૃરી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન વરસાદ, વાદળ કે ધુમ્મસવાળું વાતાવરણ મોર આવવા અને ફળ ધારણ પર માઠી અસર કરે છે અને રોગ-જીવાતના ઉપદ્રવમાં પણ વધારો કરે છે. માર્ચથી મે માસના સમયગાળામાં ઉષ્ણતામાન ૪૨ સે.થી વધારે થાય તો ગરમીથી ફળોને દાઝ લાગવાથી ખરી પડે છે તેમજ કેટલીક જાતોનાં ફળોમાં કપાસીના ઉપદ્રવથી નુક્સાનની સંભાવના વધે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news