આ દિવસોમાં કરા, ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે! ડિસેમ્બર મહિનો આ જિલ્લા માટે ભારેથી અતિભારે

Ambalal Patel Prediction: ગુજરાતમાં આ શું થવા બેઠું છે હવે એવો સવાલ થાય છે. હજી તો કડકડતી ઠંડીની આગાહી હતી, ત્યાં વચ્ચે જ માવઠાની આગાહી આવી ગઈ છે. રાજ્યમાં ફરી એકવાર હળવા વરસાદની કરવામાં આવી આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રમાં પડી શકે છે શિયાળામાં કમોસમી વરસાદ. ત્રણ દિવસ બાદ ઠંડીમં વધારો થવાની આગાહી.

આ દિવસોમાં કરા, ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે! ડિસેમ્બર મહિનો આ જિલ્લા માટે ભારેથી અતિભારે

Gujarat Weather Forecast: ડિસેમ્બર મહિનો ગુજરાત માટે ભારે જવાનો છે. કારણ કે, આગામી પાંચ દિવસમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ફરી એકવાર હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. શિયાળામાં સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે છે. ત્રણ દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની પણ આગાહી કરાઈ છે. ભર શિયાળે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં વરસાદ આવશે. 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડતા નાતાલ સુધીમાં માવઠું
ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે, 23 ડિસેમ્બરે ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે. આ વર્ષે છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની સ્થિતિ પાછી ઠેલાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડતા નાતાલ સુધીમાં માવઠાની શક્યતા છે. તો ઠંડી અંગે આગાહી છે કે, નાતાલ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર આવશે. 23મી બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે. 23મી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે. આ દિવસોમાં કરા, ગાજવીજ સાથે વરસાદ પણ આવી શકે છે. 

આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગની આગાહી
ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં હળવા વરસાદ આવી શકે છે. પોરબંદર, અમરેલી, રાજકોટ, દ્વારકામાં હળવા વરસાદની આગાહી છે. અરબ સાગરથી પવન ભેજ લઈને આવતા હોવાથી આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે. આગામી 24 કલાકમાં વરસાદ પડી શકે છે. 

વરસાદ સાથે ઠંડી આવશે 
સાથે જ તેમણે કમોસમી વરસાદ વચ્ચે ઠંડીની આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે, આગામી સમયમાં તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો થઇ શકે છે. જોકે, ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે. લેટેસ્ટ અપડેટ અનુસાર, સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું. પરંતું આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 

ઉલ્લેખનીય છે કે, 22 તારીખ બાદ તાપમાન 2થી 3 ડિગ્રી વધશે. વર્તમાનમાં વધેલી ઠંડીને લઈ કહ્યું કે, પશ્ચિમી પવનોના કારણે તાપમાનનો પારો ગગડયો છે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી કે, ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થવાની આગાહી કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news