ગુજરાતના 70 હજાર ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા! સરકારના આ એક નિર્ણયથી રાતા પાણીએ રોયા

સરકારના નિર્ણયથી ડુંગળીના ભાવ સાવ તળિયે બેસી ગયા છે. શરૂઆતમાં રવિ સિઝન ડુંગળીના ખેડૂતો માટે સારી હતી. એક મણનો ભાવ 700થી 800 રૂપિયા મળતો હતો. પરંતુ સરકારે નિકાસ પર પ્રતિબંધ મુકતા ભાવ ખૂબ જ નીચો આવી ગયો છે.

ગુજરાતના 70 હજાર ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા! સરકારના આ એક નિર્ણયથી રાતા પાણીએ રોયા

ઝી બ્યુરો/ગાંધીનગર: ડુંગળીના નિકાસ પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મુકાતા ગુજરાતના 70 હજાર ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે. આ ખેડૂતોએ 61 હજાર હેક્ટરમાં ડુંગળીના પાકનું વાવેતર કર્યું હતું. સરકારના નિર્ણયથી ડુંગળીના ભાવ સાવ તળિયે બેસી ગયા છે. શરૂઆતમાં રવિ સિઝન ડુંગળીના ખેડૂતો માટે સારી હતી. એક મણનો ભાવ 700થી 800 રૂપિયા મળતો હતો. પરંતુ સરકારે નિકાસ પર પ્રતિબંધ મુકતા ભાવ ખૂબ જ નીચો આવી ગયો છે.

સૌરાષ્ટ્રના ખેડૂતો નિકાસ બંધી દૂર કરવાની માગ સાથે વિરોધ કરી રહ્યા છે. ડુંગળી રસ્તા પર ફેંકી રહ્યા છે. ખેડૂતોને પૂરતા ભાવ ન મળતાં મુશ્કેલીમાં મુકાયા છે. આજે રાજકોટના ધોરાજીમાં ખેડૂતે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવાની માગ સાથે અનોખો વિરોધ કર્યો. ખેડૂતો પોતાના ખેતરમાં જ ડુંગળીની વચ્ચે સમાધિ લગાવી દીધી છે. ખેડૂતે પોતાના માથા સુધી ડુંગળીનો ઢગલો કર્યો છે. 

ઉલ્લેખનીય છે કે ડુંગળી પકવતા ખેડૂતોના ખેતરમાં ડુંગળીનો તૈયાર પાક રઝળી રહ્યો છે.

ગોંડલ યાર્ડમાં ડુંગળીની મબલક આવક
ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ વચ્ચે ગોંડલ યાર્ડમાં ડુંગળીની મબલક આવક થઈ છે. 70 હજાર કટ્ટાની આવક થતાં ગોંડલ યાર્ડ ડુંગળીની આવકથી ઉભરાયું છે. ડુંગળીનો વધુ સમય સુધી સંગ્રહ ન થઈ શકતો ખેડૂતો ઓછા ભાવ ડુંગળી વેચવા મજબૂર બન્યા છે. માર્કેટયાર્ડમાં ખેડૂતોને 20 કિલો ડુંગળીના 70થી 500 રૂપિયા મળે છે. 

ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કેમ કે આ ભાવમાં તો ખર્ચ પણ નિકળે તેમ નથી. જેથી ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news