પ્રજાના રૂપિયે લીલાલેર, વડોદરા કોર્પોરેશનના આધિકારીઓ ખરીદ્યા લાખોના ફોન

કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ હાલમાં ડામાડોળ છે તેમ છતાં પાલિકાના શાસક, વિપક્ષ અને અધિકારીઓને જલસા પડી ગયા છે. પાલિકાના તમામ શાસનકર્તાઓએ પ્રજાના પૈસે લાખો રૂપિયાના એપલ ફોન ખરીદ્યા છે, જેના કારણે મોટો વિવાદ થયો છે. મેયર, ડેપ્યુટી મેયર, વિપક્ષ નેતા, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય અમલદાર, આઈટી ડાયરેકટર સહિતના લોકોએ એપલ કંપનીના 80 હજારથી લઈ સવા લાખ રૂપિયા સુધીના ફોન ખરીદી બીલ પાલિકામાં મુકતા વિવાદ થયો છે.

પ્રજાના રૂપિયે લીલાલેર, વડોદરા કોર્પોરેશનના આધિકારીઓ ખરીદ્યા લાખોના ફોન

રવિ અગ્રાવાલ/વડોદરા: કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ હાલમાં ડામાડોળ છે તેમ છતાં પાલિકાના શાસક, વિપક્ષ અને અધિકારીઓને જલસા પડી ગયા છે. પાલિકાના તમામ શાસનકર્તાઓએ પ્રજાના પૈસે લાખો રૂપિયાના એપલ ફોન ખરીદ્યા છે, જેના કારણે મોટો વિવાદ થયો છે. મેયર, ડેપ્યુટી મેયર, વિપક્ષ નેતા, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય અમલદાર, આઈટી ડાયરેકટર સહિતના લોકોએ એપલ કંપનીના 80 હજારથી લઈ સવા લાખ રૂપિયા સુધીના ફોન ખરીદી બીલ પાલિકામાં મુકતા વિવાદ થયો છે. 

સત્તામાં રહેલા લોકો પ્રજાના રૂપિયાનો વ્યય થઈ રહ્યો છે. મેયર જીગીશાબેન શેઠે 89 હજારનો આઈફોન વર્ષ 2018માં ખરીદયો હતો, તો ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણે પણ 1.1 લાખનો આઈફોન વર્ષ 2018માં ખરીદયો હતો. શાસક પક્ષ કરતા પણ વધુ જલસા તો વિપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવને પડયા છે. વિપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે તો એક નહિ પરંતુ બે ફોન ખરીદ્યા છે. જેમાં એક ફોન વર્ષ 2017માં 82 હજારનો જયારે બીજો ફોન વર્ષ 2019માં 1.24 લાખનો ખરીદયો હતો.

 

ગુજરાતમાં પ્રથમવાર શરૂ થઇ સ્કિન બેંક, હવે આપી શકાશે ચામાડીનું દાન

વિપક્ષ નેતાએ પહેલો ફોન માત્ર બે જ વર્ષમાં કોર્પોરેશનને પરત કરી બીજો ફોન સૌથી મોંઘો 1.24 લાખમાં ખરીદ્યો પાલિકામાં રેકોર્ડ બનાવ્યો હતો. એટલું જ નહિ અધિકારીઓએ પણ એક લાખ રૂપિયાનો એપલ કંપનીનો ફોન ખરીદ્યો છે. જેનું બીલ પાલિકાની તિજોરીમાંથી ચુકવવામાં આવ્યું છે. ત્યારે સવાલ થઈ રહ્યો છે કે, એક તરફ વડોદરામાં લોકોને ચોખ્ખુ પીવાનું પાણી નથી મળતુ, રસ્તા પર ખાડા જ ખાડા છે, લોકોને પ્રાથમિક સુવિધા નથી મળી રહી ત્યારે પ્રજાના રૂપિયા તાગડ ધિન્ના કરવાનો અધિકાર શાસક, વિપક્ષ કે અધિકારીઓને કોણે આપ્યો છે તેવા અનેક સવાલો ઉભા થયા છે.

વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રસની બેઠક, ઉમેદવારોના નામની પેનલ થઇ નક્કી

મહત્વની વાત છે કે, વિપક્ષની ભૂમિકા હોય છે કે શાસક પક્ષ કંઈ ખોટુ કરે તો તેનો વિરોધ કરવો, પ્રજાની વચ્ચે ખોટા નિર્ણયને લઈ જવો પરંતુ વડોદરા પાલિકામાં શાસક કરતા સૌથી વધુ લાડુ તો વિપક્ષે જ ખાધા હોવાનુ સામે આવ્યું છે. ત્યારે મતદાતા કોણા પર વિશ્વાસ મુકે તે સવાલ હાલ ઉઠી રહ્યો છે.

 જુઓ LIVE TV :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news