ગુજરાતમાં પ્રથમવાર શરૂ થઇ સ્કિન બેંક, હવે આપી શકાશે ચામાડીનું દાન
ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં દેહદાન, ચક્ષુદાન બાદ હવે ચામડીનું દાન લેવામાં અને આપવામા આવશે. રાજ્યમાં પ્રથમ સ્કિન બેંકનો રાજકોટમાં આજથી પ્રારંભ થવા પામ્યો છે. રોટેઈ કલબ દ્વારા 50 લાખની કિંમતના અલગ અલગ મશીનરી વસાવી રાજકોટ સિવિલ હોસ્પિટલને અર્પણ કરી આ બેંક શરૂ કરવામાં આવી છે. જેમાં રેફ્રિજરેટર,ડરમેટોકોન,ક્યુબકેર,રેઝર સહિતના સાધનોનો સમાવેશ થાય છે.
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટ: ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં દેહદાન, ચક્ષુદાન બાદ હવે ચામડીનું દાન લેવામાં અને આપવામા આવશે. રાજ્યમાં પ્રથમ સ્કિન બેંકનો રાજકોટમાં આજથી પ્રારંભ થવા પામ્યો છે. રોટેઈ કલબ દ્વારા 50 લાખની કિંમતના અલગ અલગ મશીનરી વસાવી રાજકોટ સિવિલ હોસ્પિટલને અર્પણ કરી આ બેંક શરૂ કરવામાં આવી છે. જેમાં રેફ્રિજરેટર,ડરમેટોકોન,ક્યુબકેર,રેઝર સહિતના સાધનોનો સમાવેશ થાય છે.
સૌરાષ્ટ્ર ભરમાંથી મોટાભાગના બર્ન કેસ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોય છે અને તેમાં પણ 60 % થી વધુ બર્ન શરીર વાતાવરણ અનુકૂળ ન આવતા દર્દીનું મૃત્યુ થતું હોય છે ત્યારે બર્ન કેસમાં મૃત્યુ આંક ઘટાડવા માટે સ્કિન બેંક શરૂ કરવામાં આવી છે. જેનો ઉપયોગ આવતા દિવસોમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવશે અને આ મશીનની અંદર સ્ટોર કરવામાં આવતી સ્કિન 4 થી 5 વર્ષ સુધી સાચવી શકાય છે.
વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રસની બેઠક, ઉમેદવારોના નામની પેનલ થઇ નક્કી
રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેડન્ટ મનીષ મહેતાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વર્ષે 350થી વધુ બર્ન કેસ નોંધાય છે તે કેસની સંખ્યામાં ઘટાડો કરવા આ સ્કિન બેંક ફાયદાકારક સાબિત થઇ શકે છે. પરંતુ આ માટે લોકોમાં જાગૃતતા લાવવી પણ એટલું જ જરૂરી છે અને લોકો મૃત્યુ બાદ અંગદાન,ચક્ષુદાન,લીવર દાન,કિડની દાન સાથે ચામડીનું દાન કરે તેવી અપીલ કરી હતી. ઉલ્લેખનિય છે કે, વિશ્વમાં સૌ પ્રથમ સ્કિન બેંક 1950માં અમેરિકા ખાતે શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં પ્રથમ રાજકોટ ખાતે શરૂ કરવામાં આવી છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે