હાય રે મજબૂરી! દીકરીઓને કારણે પતિએ પત્નીને તરછોડી, આર્થિક તંગીને કારણે માતાએ બંને દીકરીઓેને ઝેર આપ્યું

Suicide News : વડોદરામાં માતાએ બે પુત્રીની હત્યા બાદ આપઘાતનો પ્રયાસ કર્યો... ડિવોર્સી મહિલા દક્ષા ચૌહાણે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો... કારેલીબાગમાં આવેલી અક્ષતા સોસાયટીમાં બની ઘટના...

હાય રે મજબૂરી! દીકરીઓને કારણે પતિએ પત્નીને તરછોડી, આર્થિક તંગીને કારણે માતાએ બંને દીકરીઓેને ઝેર આપ્યું

Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : વડોદરામાં માતાએ બે પુત્રીઓની હત્યા કર્યા આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. કારેલીબાગ અક્ષતા સોસાયટી B-66 ઘર નંબરમાં ઉપરના માળે બની ઘટના બની હતી. માતાએ બે પુત્રીઓને ઝેર આપીને હત્યા કરી હતી. બાદમાં પોતે ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં બંને દીકરીઓના મોત નિપજ્યા છે. તો ઘરના મકાન માલિક મહિલાને ગળેફાંસો ખાતા જોઈ જતા તેઓએ તેમને બચાવી લીધા હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર, કારેલીબાગ અક્ષતા સોસાયટી B-66 ઘર નંબરમાં ઉપરના માળે બની ઘટના બની હતી. પતિથી છુટાછેડા થયા બાદ ડિવોર્સી મહિલા દક્ષા ચૌહાણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. મહિલાએ પોતાની બંને દીકરીઓને ઝેર આપ્યુ હતું. તેની એક દીકરી હની ચૌહાણ T.Y.Bcom માં અભ્યાસ કરતી હતી અને બીજી દીકરી શાલિની ચૌહાણ ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. દક્ષા ચૌહાણે પહેલા બંને દીકરીઓની ઝેર આપીને હત્યા કરી હતી. દક્ષા ચૌહાણ બંને સાથે પુત્રીઓ સાથે અલગથી રહેતી હતી. 20 દિવસ પહેલા જ તેમણે આ મકાન ભાડે રાખ્યું હતું. કારેલીબાગ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. દક્ષા ચૌહાણે ધોરણ 9માં ભણતી શાલીની ચૌહાણની 22,000 રૂપિયાની ફી નહિ ભરી શકતા પગલું ભર્યું હોવાની આશંકા છે. 

ત્યારે આ સમગ્ર ઘટના અંગે ડીસીપી ઝોન 4 પન્ના મોમાયાએ માહિતી આપી કે, આર્થિક સંકડામણના કારણે દક્ષા ચૌહાણે આ પગલું ભર્યું હતું. ઘરનું ભાડું અને સ્કૂલ ટ્યુશનની ફી ન ભરી શકતા સામૂહિક આપઘાતનો પ્લાન બનાવ્યો હતો. દક્ષા ચૌહાણે પહેલા તેમની બે પુત્રીને ઝેરી દવા આપી, બાદમાં ગળે ટૂંપો આપી હત્યા કરી હતી. દક્ષા ચૌહાણે પણ ઝેરી દવા ખાઈ લીધી, ગળેફાંસો ખાવાની તૈયારી કરતાં હતા તે સમયે મકાન માલિકે બચાવી લીધા હતા. પોલીસે માહિતી આપી કે, દક્ષા ચૌહાણ પાસેથી સુસાઇડ નોટ મળી આવી છે.  

પોલીસ દક્ષા ચૌહાણ સામે હત્યાનો ગુનો નોંધશે. તો દક્ષા ચૌહાણની બહેન નિલમ મકવાણાએ જણાવ્યું કે, દક્ષાની આર્થિક સ્થિતિ વધુ ખરાબ હતી, છેલ્લા ઘણા સમયથી એકલી રહેતી હતી. બે પુત્રીઓ થતાં તેના પતિ અશોક ચૌહાણે દક્ષાબેનને તરછોડી હતી. ઘણા વર્ષોથી દક્ષાબેન બંને પુત્રીઓનો ઉછેર કરી રહ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news