વડોદરા: ચંદ્રયાન સફળ રીતે લોન્ચ થાય તેવી પ્રાર્થના સાથે કરાયો યજ્ઞ

ધવન સ્પેસ સેન્ટર લોન્ચિંગ પેડ બે પર ચંદ્રયાન 2 ને લઈ જવાની તૈયારીઓ હવે અંતિમ ચરણમાં છે. ત્યારે વડોદરાના ખગોળ વિદ દ્વારા આજે ચંદ્રયાનનું સફળ ઉતરાણ થાય તે માટે યજ્ઞ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે આ ખગોળવિદ દ્વારા મંગળ યાનના સફળ ઉતરાણ માટે પણ અગાઉ યજ્ઞ કરવામાં આવ્યો હતો.

વડોદરા: ચંદ્રયાન સફળ રીતે લોન્ચ થાય તેવી પ્રાર્થના સાથે કરાયો યજ્ઞ

તૃષાર પટેલ/વડોદરા: ધવન સ્પેસ સેન્ટર લોન્ચિંગ પેડ બે પર ચંદ્રયાન 2 ને લઈ જવાની તૈયારીઓ હવે અંતિમ ચરણમાં છે. ત્યારે વડોદરાના ખગોળ વિદ દ્વારા આજે ચંદ્રયાનનું સફળ ઉતરાણ થાય તે માટે યજ્ઞ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે આ ખગોળવિદ દ્વારા મંગળ યાનના સફળ ઉતરાણ માટે પણ અગાઉ યજ્ઞ કરવામાં આવ્યો હતો.

ભારતનું ચંદ્રયાન-2 મિશન સ્ટેશન પરથી લોન્ચ થવા જઈ રહ્યું છે ત્યારે તેની સાથે અનેક રસપ્રદ વૈજ્ઞાનિક માહિતીઓ જોડાયેલી છે. બોલિવૂડમાં બ્લોકબસ્ટર મુવી એવેન્જર અને ઈન્ટરસ્ટેલર કરતા પણ ઓછા બજેટમાં ભારત આ મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ ફિલ્મો પેકી એવેન્જર ફિલ્મ પાછળ બોલિવૂડના નિર્માતાએ 356 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો જ્યારે વિદેશની ધરતી ઉપર બનાવેલ સ્પેસ મિશન પરની સાયન્સ ફિકશન મૂવી ઇન્ટરસ્ટેલર બનાવવા પાછળ પણ 165 મિલિયન ડોલર ખર્ચ્યા હતા. 

સુરતની ચીકલીગર ગેંગે પોલીસ પર ગાડી ચઢાવવાનો કર્યો પ્રયાસ, એકની ધરપકડ

ત્યારે ભારત દ્વારા ચંદ્રયાન-૨ મિશન માટે માત્ર 143 મિલિયન ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પણ એક સિદ્ધિ કહી શકાય ભારતનું મિશન હોલિવૂડની આ બંને ફિલ્મો કરતા સસ્તા બજેટમાં થવા જઈ રહ્યું છે. મહત્વનું ચંદ્રયાન યાન સફળતા પૂર્વક લોન્ચ થાય તે માટે વડોદરાના ખગોળ વિદ દિવ્ય દર્શન પુરોહિતે યજ્ઞ કરીને વિવિધ સમીધોની આહુતિ અર્પિ આ યાન સફળતા પૂર્વક લોન્ચ થાય તેવી મંગલ પ્રાર્થના કરી છે.

સામન્ય રીતે ભારતીય ક્રિકેટ ટીમ જ્યારે મેચ રમતી હોય ત્યારે વિજયી બને તે માટે યજ્ઞ કરવામાં આવતાં હોય છે. વરસાદ પડે અને દુષ્કાળની સ્થિતિ દૂર થાય તે માટે પણ પર્જન્ય યજ્ઞ કરવામાં આવતાં હોય છે ત્યારે અવકાશ ક્ષેત્રે મિશન મુનનું આ ચંદ્રયાન સફળ રીતે લોન્ચ થાય તેવી પ્રાર્થના આ ખગોળ વિદ યજ્ઞ થકી કરી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news