અમદાવાદ રિવરફ્રન્ટ પર ગર્લ્સની સલામતી માટે પોલીસ અપનાવશે આ કિમીયો
શહેરના 22 કિલોમીટર વિસ્તારમાં પથરાયેલા રિવરફ્રન્ટ પર છેડતીના કિસ્સા વધી રહ્યા છે અને તેના પુરાવા તથા યુવતીઓને મદદ મળી રહે તે માટે સમગ્ર રિવરફ્રન્ટ પર 360 ડીગ્રી કેમેરા ગોઠવવામાં આવશે. કેમેરાની બાજ નજર પર પોલીસ વોચ રાખશે.
Trending Photos
જાવેદ સૈયદ, અમદાવાદ: શહેરના 22 કિલોમીટર વિસ્તારમાં પથરાયેલા રિવરફ્રન્ટ પર છેડતીના કિસ્સા વધી રહ્યા છે અને તેના પુરાવા તથા યુવતીઓને મદદ મળી રહે તે માટે સમગ્ર રિવરફ્રન્ટ પર 360 ડીગ્રી કેમેરા ગોઠવવામાં આવશે. કેમેરાની બાજ નજર પર પોલીસ વોચ રાખશે. સેગવે અને બગી સહિત બે હાઇસ્પિડ બોટ પર પોલીસે પેટ્રોલીંગ કરશે અને જ્યા કોઇ અનિચ્છનીય ઘટના બનશે ત્યા તત્કાળ પહોંચી જશે.
રિવરફ્રન્ટ પર અમુક જગ્યાઓ પર સ્માર્ટ પોલ્સ બનાવાશે તેના પર SOSની ફેસીલીટી પણ મુકવામાં આવશે. ઇમરજન્સીની જાણ પોલીસ કન્ટ્રોલ રુમ તથા સીસીટીવી ઓબ્ઝર્વેશન માટે ખાસ બનાવાયેલી કોબાન હટમાં બેઠેલા પોલીસને પણ થશે. શહેરના બંને સાઇડ પર આવેલા રિવરફ્રન્ટ હાલ યુગલો માટે એક ફેવરીટ સ્થળ બની ગયુ છે. તેવામાં આ રિવરફ્રન્ટને 360 ડીગ્રી સુધી કવર કરવા માટે સીસીટીવીની હારમાળા લગાવવાનો નિર્ણય કરાયો છે.
આગામી આઠેક મહિનામાં 16 કરોડના ખર્ચે તમામ વ્યવસ્થા કરી દેવામાં આવશે. 2487 રિવર ફ્રન્ટ પર પોલીસકર્મીઓ કોબાન હટમાં બેસી તમામ રિવરફ્રન્ટ વિસ્તારનુ ઓબજર્વેશન કરશે. છેડતી અને અશ્લિલ હરકતો ન બને તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સમગ્ર બાબતે રિવરફ્રન્ટ પર આવતા યુવકો સાથે ઝી 24 કલાકે ખાસ વાતચીત કરી હતી.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે