કળજુગ આવ્યો... રૂપિયા માંગવા આવેલા પુત્રને પિતાએ જ મોતને ઘાટ ઉતાર્યો

Crime News : વલસાડમાં કુહાડીના ઘા ઝીંકી પિતાએ પુત્રને પતાવી દીધો, પુત્રની હત્યા કર્યા બાદ પિતાની પણ તબિયત લથડી... હોસ્પિટલમા સારવાર માટે ખસેડાયા

કળજુગ આવ્યો... રૂપિયા માંગવા આવેલા પુત્રને પિતાએ જ મોતને ઘાટ ઉતાર્યો

Valsad News : વલસાડના પારડીના રોહિણા વિસ્તારમાંમાં પિતા પુત્ર વચ્ચે રૂપિયા બાબતે બબાલ થઈ હતી. જેમા પિતાએ કુહાડીની ઘા ઝીંકીની પુત્રની હત્યા કરી નાંખી છે. તો બીજી તરફ, પુત્રની હત્યા બાદ પિતાની તબિયત લથડી હતી. પિતાને વલસાડ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે. આ મામલે પારડી પોલીસે તપાસ હાથ ધરી છે. પિતા પુત્ર વચ્ચે બબાલનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે, પ્રાથમિક કારણ એ સામે આવ્યું કે, પુત્રએ પિતા પાસેથી ઘર બનાવવા માટે રૂપિયા માંગ્યા હતા, જે મુદ્દે મામલો ગરમાયો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડના પારડીના રોહિણામાં પિતાએ પુત્રની હત્યા કરતા ચકચાર મચી ગઇ છે. ઘર બનાવવા માટે પુત્રએ પિતા પાસેથી રૂપિયાની માંગ કરી હતી. પરંતુ આ બાબતે પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ ગુસ્સે થયેલા પિતાએ કુહાડીના ઘા ઝીંકી પુત્રની હત્યા કરી દીધી હતી. આ ઘટનાથી રોહિણામાં ભારે ચર્ચા ઉઠી હતી. 

તો બીજી તરફ, પુત્રની હત્યા કર્યા બાદ પિતાની પણ તબિયત લથડી છે. તેમને વલસાડ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે વલસાડ પોલીસે તપાસ શરૂ કરી છે. આખરે પિતા પુત્ર વચ્ચે એવુ તો શુ બન્યુ હતું કે, પિતાના માથા પર ખૂન સવાર થઈ ગયું હતું કે, પોતાના જ પુત્રને આટલી નિર્દયી રીતે રહેંસી નાઁખ્યો હતો. કે આ ઘટનામાં બીજુ કોઈ કારણ છે કે શું. હાલ પોલીસ દ્વારા આજુબાજુમાં રહેતા લોકોની અને પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news