આગાહીકાર અંબાલાલ પટેલ પેટાળમાંથી પાણી શોધવામાં માહેર છે, તાંબાના સળિયાથી કરે છે દેશી જુગાડ

Ambalal Patel Prediction : હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ તાંબાના સળિયાથી ભુગર્ભ જળ શોધે છે... આ દેશી નુસ્ખો બહુ જ કામનો છે, જુઓ
 

આગાહીકાર અંબાલાલ પટેલ પેટાળમાંથી પાણી શોધવામાં માહેર છે, તાંબાના સળિયાથી કરે છે દેશી જુગાડ

Gujarat Weather Forecast : અંબાલાલ પટેલ હવામાનની જે પણ આગાહી કરે છે તે સાચી પડે છે. તે કહે વરસાદ પડે તો પડે છે, વાવાઝોડું આવશે તો આવે જ છે. તેથી જ અંબાલાલ પટેલનું નામ પડે એટલે લોકોને આગાહી પર વિશ્વાસ થાય છે. હવામાનની આગાહી કરનારા અંબાલાલ પટેલનું મુખ્ય કામ તો પેટાળમાંથી પાણી શોધવાનું છે. તેઓ આ રીતે અસંખ્ય ખેડૂતોની મદદે આવ્યા છે. ખેતરમાં ક્યાં પાણી મળશે, ક્યાં બોર કે કુવો કરાવવો તે જાણવા માટે આજે પણ જુની પદ્ધતિઓ કારગત નીવડે છે. જેથી ભૂર્ગભમાંથી પાણી શોધી શકાય. આવી ટ્રિકના નિષ્ણાત છે અંબાલાલ પટેલ. ત્યારે તેઓ કેવી રીતે પાણી શોધે છે તે જાણીએ.

જ્યારે ટેકનોલોજી દુનિયામાં ઉપલબ્ધ ન હતી, ત્યારે ભુગર્ભ જળ ક્યાંથી મળશે તે જાણવા આપણા પૂર્વજોએ કેટલીક ટ્રિક વિકસાવી હતી. આ પદ્ધતિથી જ ખેડૂતો પોતાના ઘરમાં બોર કે કૂવો કરાવતા હતા. આજની ટેકનોલોજીમાં પણ ગામડામાં આ ટ્રિક કારગત નીવડે છે. ભલભલા હવામાનના એક્સપર્ટ પણ આ રીતે પાણી શોધવામાં કાચા પડે છે, ત્યાં પૂર્વજોની બનાવેલી જૂની પદ્ધતિ જ કામમાં આવે છે. આવી ટ્રિકના નિષ્ણાત છે અંબાલાલ પટેલ. ભારતીય શાસ્ત્રોમાં કેટલીક એવી રીતો છે જેના પરથી જમીનમાં ક્યાં પાણી છે તે આસાનાથી શોધી શકાય છે. આવી રીત કે જે આજકાલ ડ્રાઉઝિંગ પદ્ધતિ તરીકે ઓળખાય છે. અંબાલાલ પટેલ આવી જ પદ્ધતિના નિષ્ણાત છે. તેઓ તાંબાના સળિયાના પ્રયોગથી ભૂગર્ભ જળ શોઘે છે. 

અંબાલાલ પટેલ તાંબાના સળિયાની મદદથી તેમજ પોતાના કોઠાસૂઝથી 28 વર્ષની તેમની ક્ષેત્રની કામગીરીમાં તેઓ શહેર હોય કે ગામ 2000 જેટલી જગ્યાએ પાણી જોવા ગયા છે, જેમાંથી અંદાજે 1900 જગ્યાએ તેમને પાણી મળવામાં સફળતા મળી છે. હાલ જગ્યાઓએ નીકળેલા મીઠા પાણી લોકો સંતુપ્ત તથા ખેતીને હરિયાળી બનાવી છે.

કેવી રીતે શોધાય છે પાણી 

  • તાંબાના 18 ઈંચ જેટલો લાબો અને 6 ઈંચ 90 અંશના ખુણે વળેલો અને 3 થી 4 એમએમ ધરાવતા તાંબાના સળિયા લેવાના. 
  • ત્યાર બાદ સલિયાને બંને હાથમાં સમાંતર રાખી સીધા ચાલતા જવાનાનુ રહેશે. 
  • જે જગ્યા એ પાણી હશે તે જગ્યાએ સળિયા મૂળ સ્થિતિમાંથી પહોળા થવા લાગશે અને 15 અંશના ખુણે પહોળા થતા થતા ધીરે ધીરે તે 180 ના અંશ ખુણે થશે.
  • પાણી ઉપર હશે તો તે વર્તુળ ખુબજ મોટું બનશે. તેમજ જમીનમાં કાંકરા હશે તો રાઉન્ડ ખુબ જ મોટું થશે. 
  • જે જગ્યાએ પાણી ઉંડુ હશે ત્યાં વર્તુળ ખુબજ નાનું બનશે. જે જગ્યા ખુણા પર હશે તો સળિયો એક બાજુ ખુણે નમશે.

સૌરાષ્ટ્ર યુનિ.ના પાટીદાર કુલપતિ બન્યા માથાનો દુખાવો, 7 સિન્ડિકેટ સભ્યોનો ભોગ લેવાયો

અંબાલાલ પટેલ વધુ માહિતી આપતા કહે છે કે, પાણી માપવાની એક રીત હાથમાં શ્રીફળ રાખવાની પણ છે. પરંતુ સળિયાવાળી રીત વધુ સફળ થતી હોય છે. ખાસ કરીને એ ધ્યાન રાખવુ પડે કે, જ્યાં સાપ, નોળિયો જેવા જીવો હોય ત્યાં પાણી હોય છે. તેમજ જે જગ્યાએ ઉધઈ હોય ત્યાં મીઠું પાણી હોય છે. આવી વસ્તુઓના યોગ્ય અંતરથઈ બોર કરવાથી જરૂર પાણી મળે છે. રાફડો હોય ત્યાં પણ પાણી મળી આવે છે. તેમાં પણ ગાંઠોવાળો ખીજડો રાફડો હોય તો પશ્ચિમે થોડા હાથ પર 75 ફૂટે પાણી મળી આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news