ગુજરાતી વિદ્યાર્થીએ વીડિયોમાં બંકર બતાવ્યું, સાંકડી જગ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ બેસ્યા છે, જમવાનું પણ ખૂટ્યું

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ જાહેર થતાં અનેક ભારતીયો અને ખાસ કરીને અસંખ્ય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. આથી યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલા વિદ્યાર્થીઓને એર લિફ્ટ કરવા ભારત સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા’ ચલાવવામાં આવી રહ્યું છે. યુદ્ધના ધોરણે ચાલી રહેલા આ ઓપરેશનને કારણે અનેક વિદ્યાર્થીઓ હેમખેમ પોતાના વતન પરત ફરી રહ્યા છે. ત્યારે હજુ પણ ભારતના અસંખ્ય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. વલસાડ જિલ્લાના જોરવાસણ ગામ ખાતે રહેતો રવિરાજ મહેન્દ્ર ભાઈ પટેલ યુક્રેનના સુમિ સ્ટેટ ખાતે રશિયાની બોર્ડરથી 40 કિલોમીટર દૂર હોસ્ટેલમાં ફસાયો છે. રવિરાજ પટેલે વીડિયો દ્વારા સરકાર પાસેથી મદદ માંગી છે. સાથે જ તેઓ જે બંકરમાં ફસાયા છે તે પણ વીડિયો દ્વારા બતાવ્યું.
ગુજરાતી વિદ્યાર્થીએ વીડિયોમાં બંકર બતાવ્યું, સાંકડી જગ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ બેસ્યા છે, જમવાનું પણ ખૂટ્યું

ઉમેશ પટેલ/વલસાડ :રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ જાહેર થતાં અનેક ભારતીયો અને ખાસ કરીને અસંખ્ય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. આથી યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલા વિદ્યાર્થીઓને એર લિફ્ટ કરવા ભારત સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા’ ચલાવવામાં આવી રહ્યું છે. યુદ્ધના ધોરણે ચાલી રહેલા આ ઓપરેશનને કારણે અનેક વિદ્યાર્થીઓ હેમખેમ પોતાના વતન પરત ફરી રહ્યા છે. ત્યારે હજુ પણ ભારતના અસંખ્ય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. વલસાડ જિલ્લાના જોરવાસણ ગામ ખાતે રહેતો રવિરાજ મહેન્દ્ર ભાઈ પટેલ યુક્રેનના સુમિ સ્ટેટ ખાતે રશિયાની બોર્ડરથી 40 કિલોમીટર દૂર હોસ્ટેલમાં ફસાયો છે. રવિરાજ પટેલે વીડિયો દ્વારા સરકાર પાસેથી મદદ માંગી છે. સાથે જ તેઓ જે બંકરમાં ફસાયા છે તે પણ વીડિયો દ્વારા બતાવ્યું.

સુમિ ખાતે ભારત મૂળના 400 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા છે. જેમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના 12 જેટલા વિદ્યાર્થીઓ સામેલ છે. ચાલી રહેલા યુદ્ધના કારણે હોસ્ટેલમાં ફસાયેલા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. તો હોસ્ટેલ બહાર ચાલતી ગોળીઓ અને બૉમ્બબારી થતા જોવા મળી રહી છે. ફસાયેલા વિદ્યાર્થીઓને હાલ માત્ર એક ટાઈમનું જમવાનું મળી રહ્યું હતું. પરંતુ હવે એ પણ ધીમે ધીમે ખૂટી રહ્યું છે. તો સાથે પીવાનું પાણી પણ ખૂટી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, યુદ્ધ શરૂ થયું ત્યારથી વિદ્યાર્થીઓ બંકરમાં રહી રહ્યાં છે. પરંતુ હવે બંકરની હાલત પણ ખરાબ થવાના કારણે વિદ્યાર્થીઓની હાલત કફોડી બની રહી છે. બંકરમાં વિદ્યાર્થીઓની એટલી ભીડ થઈ છે કે, તેઓને બેસવાની પણ જગ્યા માંડ મળી રહે છે. તો બીજી તરફ, આ વિદ્યાર્થીઓની ચિંતામાં ભારતમાં રહેતા તેમના પરિવારોની ઊંઘ ઊડી ગઈ છે. આવામા રવિરાજ પટેલે જે વીડિયો શેર કર્યો છે તે અત્યંત ડરામણો છે. વિદ્યાર્થીઓને બેસવાની પણ જગ્યા નથી. આવી પરિસ્થિતિમાં તેઓ યુદ્ધના ભય વચ્ચે સમય વિતાવી રહ્યાં છે. તેમને કોઈ મદદ મળી નથી રહી. 

No description available.

હાલ બંકરમાં ફસાયેલા આ વિદ્યાર્થીઓની હાલત એવી છે કે, રોજ રશિયા સૈન્યના લડાકુ વિમાનો હોસ્ટેલ ઉપરથી જતા જોઈ તેમનામાં ભયનો માહોલ જોવા મળે છે. વિદ્યાર્થીઓને બંકરમાં એકસાથે રહેવાનો વારો આવ્યો છે. વિદ્યાર્થીઓએ જમા કરેલો અનાજનો જથ્થો, પાણીનો જથ્થો સહિત સ્ટોક પૂર્ણ થવાની તૈયારીમાં છે. હવે ભગવાન જ તેમનો આશરો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news