Vibrant Summit 2019 : પ્રથમ દિવસે B2Bની ૯૦૦ બેઠકો યોજાઈ

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની નવમી કડીમાં આજે વિશ્વભરમાંથી આવેલા ઉદ્યોગકારો, ડેલિગેટ અને વિદેશી પ્રતિનિધિઓ માટે B2B અને B2G બેઠક યોજાઈ હતી. જેમાં B2Bની ૯૦૦ બેઠકો પ્રથમ દિવસે જ યોજાઈ હતી. 

Vibrant Summit 2019 : પ્રથમ દિવસે B2Bની ૯૦૦ બેઠકો યોજાઈ

ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019નો વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રારંભ કરી દેવાયા બાદ વિવિધ બેઠકો અને ચર્ચા સત્રોને પ્રારંભ થઈ ગયો હતો. શુક્રવારે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયેલી B2B બેઠકમાં ૫૩ જેટલી વિવિધ કંપનીઓના પ્રતિનિધિમંડળ વચ્ચે  અને વ્યક્તિગત મુલાકાતો યોજાઈ હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા, બહેરિન, બેલજીયમ, બાંગ્લાદેશ, હોંગકોંગ જેવાં વિવિધ દેશોના ઉદ્યોગપતિઓએ પણ તેમાં ભાગ લીધો હતો. 

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019ના પ્રથમ દિવસે જ B2Bની 900 જેટલી બેઠકો યોજાઈ હતી. જેમાં વિવિધ દેશોનાં ઔદ્યોગિક પ્રતિનિધિમંડળોએ એક-બીજા સાથે ઉપરાંત વ્યક્તિગત બેઠકો યોજી હતી. ગુજરાત અને ભારતમાં રોકાણની ઉજળી તકો અંગે ચર્ચાઓ થવાની સાથે જ કયા ક્ષેત્રમાં રોકાણ કરવું તેની પણ ચર્ચા થઈ હતી.

આ સમિટમાં ૬૦૦ જેટલી B2G મીટીંગો ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથે સમિટના ત્રણ દિવસો દરમિયાન યોજાશે. ૬૦૦ બેઠકમાંથી ૪૨૪ જેટલી બેઠકો વિવિધ ક્ષેત્રના ઉદ્યોગકારો અને રાજય સરકારના અલગ-અલગ વિભાગો સાથે યોજાશે. B2Gની બેઠક થકી વ્યક્તિગત અને નાના વ્યવસાયકારોને સરકારની વિવિધ સહાયકારી યોજના અને ચોક્કસ પોલિસી અંગેની માહિતી સરળતાથી મળી રહે છે. 


 
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૬૦૦ B2Gની બેઠક પૈકી ૯૨ બેઠકો વિદેશી પ્રતિનિધિઓ સાથે થશે. જેમાં ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, ચાઈના, ફ્રાંસ, જર્મની, હોંગકોંગ, મોરક્કો, નેધરલેન્ડ, પોલેન્ડ, રશિયન ફેડરેશન, સિંગાપુર, સ્વિટઝર્લેન્ડ, સ્પેન. યુ.એ.ઈ., યુ.કે., જેવા ૧૯ દેશોનો સમાવેશ થાય છે. 

આ પૈકી B2G મિટિંગમાં જે વિદેશી કંપની ભાગ લઈ રહી છે. તેમાં સ્ટર્લિંગ કન્સ્ટ્રકશન એન્ડ મેઈન્ટેનન્સ પ્રા.લિ., આઈઆઈએમટી સ્ટીઝ, યુ.કે.ની મીસુમી હાઉસિંગ પ્રા.લિ., પ્રમુખ લિમિટેડ, સિદ્ધિ પ્રા.લિ. અને વેબ યુગ ઈન્ફોટેક જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news