પોરબંદરના ઘેડ પંથકમાં જળબંબાકાર, 24 ગામો સંપર્ક વિહોણા

ઉપરવાસમાના ડેમોમાથી ફરી એક વખત પાણી છોડવામા આવતા પોરબંદરના ઘેડ પંથકના ગામો જળ બંબાકાર થઈ ચુક્યા છે. પાણી છોડવામા આવતા ખેતરોમા ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ નિવડ્યો છે.
પોરબંદરના ઘેડ પંથકમાં જળબંબાકાર, 24 ગામો સંપર્ક વિહોણા

અજય શિલુ, પોરબંદર: ઉપરવાસમાના ડેમોમાથી ફરી એક વખત પાણી છોડવામા આવતા પોરબંદરના ઘેડ પંથકના ગામો જળ બંબાકાર થઈ ચુક્યા છે. પાણી છોડવામા આવતા ખેતરોમા ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ નિવડ્યો છે.

પોરબંદર જિલ્લામાં આ વર્ષે સિઝનમાં 50 ઈંચ કરતા પણ વધારે વરસાદ થઈ ચુક્યો છે. તો સાથે જ દર વખતની જેમ ભાદર-1, ભાદર-2, મીણસાર, ભૂખી, ઓઝત સહિતના વિવિધ ડેમોના પાણી ઘેડ પંથકના ગામોમા ફરી વળતા ખેતરો જળ બંબાકાર થતા 24 ગામો સંપર્ક વિહોંણા બન્યા હતા. ઘેડ પંથકના રાતીયા ગામની મુલાકાત લેતા આટલા દિવસો બાદ પણ ખેતરોમાં પાણીનો જમાવડો થયેલો જોવા મળ્યો હતો. જેના કારણે ખેતરો તો ક્યાય જોવા જ નહોતા મળી રહ્યા કારણ કે ખેતરોમાં એટલા પ્રમાણમાં પાણીનો જમાવડો થયેલો જોવા મળી રહ્યો હતો.

અહી જાણે કે દરિયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીના સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ જણાવ્યુ હતુ કે, આટલુ પાણી પહેલીવાર પહેલીવાર આવ્યુ છે અને આ વખતે સતત વરસાદ અને ઉપરવાસમાંથી સતત એક સાથે જે રૃીતે પાણી છોડવામાં આવ્યુ છે. તેના કારણે ખેતરો સતત દોઢ મહીનાથી પાણીમાં ગરકાવ થયેલા હોવાથી મગફળી અને કપાસ સહિતના પાકો નિષ્ફળ નિવડ્યા છે. તો સાથે જ સૌથી મોટી સમસ્યા પશુઓને ખવડાવવા માટેના ઘાસચારાની છે તેવુ ખેડૂતોએ જણાવ્યુ હતુ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news